Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Post Mortem : હવસની આગ બુઝાવ્યા બાદ પીડિતાને....

કોલકાતાના મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો બનાવ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો તેના શરીર પર ગંભીર ઈજાઓ હવસ બુઝાવ્યા બાદ દર્દનાક મોત આપ્યું Post Mortem : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર...
09:21 AM Aug 19, 2024 IST | Vipul Pandya
post-mortem report

Post Mortem : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર હત્યાથી સમગ્ર રાષ્ટ્ર દુઃખી છે. પીડિતાના દુષ્કર્મ અને હત્યાના પોસ્ટમોર્ટમ (Post Mortem) રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેના શરીર પર ગંભીર ઈજાઓ હતી, જે તેના મૃત્યુ પહેલા તેને આપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના માથા, બંને ગાલ, હોઠ, નાક, જમણા જડબા, ગરદન, ડાબા હાથ, ખભા, ઘૂંટણ અને પગની ઘૂંટી તેમજ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર 14 થી વધુ ઈજાઓ મળી આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્દનાક મોતનો ખુલાસો થયો

અહેવાલો મુજબ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ પીડિતાના મોતનું કારણ ગળું દબાવવાનું જાહેર કર્યું છે અને મોત આપવાની પદ્ધતિને કૃર ગણવામાં આવી છે. તાલીમાર્થી ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "તેના જનનાંગોમાં બળજબરીથી પ્રવેશ / દાખલ કરવાના ક્લિનિકલ પુરાવા મળ્યા હતા, જે જાતીય હુમલોની શક્યતા સૂચવે છે."

આ પણ વાંચો----Kolkata Doctor Murder Case પર પદ્મ પુરસ્કાર વિજેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

પીડિતાના જનનેન્દ્રિયમાં "સફેદ, જાડા, સ્ટીકી પ્રવાહી" મળ્યું

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના જનનેન્દ્રિયમાં "સફેદ, જાડા, સ્ટીકી પ્રવાહી" મળ્યું છે જે વીર્ય હોઈ શકે છે. પીડિતાના લોહી અને શરીરના અન્ય પ્રવાહીના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેફસામાં રક્તસ્ત્રાવ અને શરીરમાં અન્ય જગ્યાએ લોહીના ગંઠાવાનું પણ બહાર આવ્યું છે. જો કે તેના શરીર પર ફ્રેક્ચરના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા.

તાલીમાર્થી ડૉક્ટરની લાશ મળી હતી

પોલીસે જણાવ્યું હતું કે તાલીમાર્થી ડૉક્ટર 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની ઘટનાના બીજા દિવસે ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી હતી.

દેશભરમાં રોષ

આ ભયાનક અપરાધને કારણે સમગ્ર પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય ભાગોમાં ડૉક્ટરો અને નર્સો દ્વારા હડતાળ અને વિરોધ કરવામાં આવ્યો છે. લોકોના આક્રોશ વચ્ચે, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું

આ ઘટનાના જવાબમાં, પશ્ચિમ બંગાળ સરકારે કાર્યસ્થળો, ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં મહિલાઓની સુરક્ષા વધારવા માટે ઘણા પગલાં જાહેર કર્યા છે. આ પગલાંઓમાં મહિલાઓ માટે, ખાસ કરીને રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે નિયુક્ત રિટાયરિંગ રૂમ અને CCTV-નિરીક્ષણવાળા 'સેફ ઝોન'ની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે અને તેની સુનાવણી 20 ઓગસ્ટે કરવાની છે.

આ પણ વાંચો---- કોલકાતા રેપ-મર્ડર કેસ, Supreme Court એ સુઓમોટો લીધો, 20 ઓગસ્ટે થશે સુનાવણી

Tags :
Kolkata female trainee doctorkolkata rape and murderpost-mortemRG Kar Medical College and Hospital
Next Article