Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nepal : ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ...

Nepal : નેપાળ (Nepal ) ના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 યાત્રીઓ સવાર હતા, જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વિમાન...
nepal   ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ
Advertisement

Nepal : નેપાળ (Nepal ) ના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 યાત્રીઓ સવાર હતા, જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.

મળતી માહિતી મુજબ આ પ્લેન સૌર્ય એરલાઈન્સનું હતું. એરક્રાફ્ટ નંબર 9N - AME (CRJ 200) હતો. પ્રારંભિક અહેવાલોમાંથી જાણકારી મળી છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું, જેના કારણે ભયાનક અકસ્માત થયો હતો.

Advertisement

નેપાળમાં પ્લેન ક્રેશ.

નેપાળથી ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે આ પ્લેન ક્રેશ થયું છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા.

Advertisement

અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?

મળતી માહિતી મુજબ બુધવારે એક ખાનગી કંપની સૌર્ય એરલાઈન્સનું વિમાન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 લોકો સાથે પોખરા જઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. તમને જણાવી દઈએ કે પ્લેનમાં ક્રૂ સહિત ઓછામાં ઓછા 19 લોકો સવાર હતા. પ્લેન ક્રેશની આ ઘટના સવારે લગભગ 11 વાગ્યે બની હતી.

બચાવ કામગીરી ચાલુ

અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલ રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે જેથી વિમાનમાં સવાર મુસાફરો ક્યાં છે તે જાણી શકાય.

અકસ્માતની તસવીરો સામે આવી છે

આ પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળી રહી છે. અકસ્માતને કારણે પ્લેનની અવરજવરને અસર થઈ હતી.

આ પણ વાંચો----ETHIOPIA માં ભૂસ્ખલનની ઘટનાએ મચાવી તબાહી, 146 લોકોએ ગુમાવ્યો જીવ

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×