Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભટિંડા આર્મી બેઝ પર ચાર જવાનોની હત્યા કરનારો જવાન ઝડપાયો

ભટિંડા આર્મી બેઝ પર ચાર જવાનોની હત્યાના મામલામાં સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. ભટિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ ધરપકડ કરાયેલા જવાનની ઓળખ દેસાઈ મોહન તરીકે કરી છે....
ભટિંડા આર્મી બેઝ પર ચાર જવાનોની હત્યા કરનારો જવાન ઝડપાયો
ભટિંડા આર્મી બેઝ પર ચાર જવાનોની હત્યાના મામલામાં સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. ભટિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ ધરપકડ કરાયેલા જવાનની ઓળખ દેસાઈ મોહન તરીકે કરી છે. તેમણે કહ્યું કે ઘટના પાછળનો હેતુ વ્યક્તિગત હતો. તેને તે સૈનિકો સાથે દુશ્મની હતી. ભટિંડા આર્મી સ્ટેશન દેશના સૌથી મોટા સૈન્ય મથકોમાંનું એક છે અને તેમાં સેનાના અનેક ઓપરેશનલ યુનિટ છે.
12 એપ્રિલે બનાવ બન્યો હતો
તમને જણાવી દઈએ કે 12 એપ્રિલે ભટિંડામાં એક મિલિટ્રી સ્ટેશનની અંદર સૂઈ રહેલા ચાર જવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભટિંડા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી હતી. દેસાઈ મોહને જ અગાઉ નિવેદન આપ્યું હતું કે તેણે સફેદ કુર્તા પાયજામા પહેરેલા બે અજાણ્યા માણસોને, તેમના ચહેરા અને માથા કપડાથી ઢાંકેલા, ગોળીબાર પછી બેરેકમાંથી બહાર આવતા જોયા હતા. તેણે પોલીસ એફઆઈઆરમાં કહ્યું હતું કે તેમાંથી એક પાસે ઈન્સાસ રાઈફલ હતી અને બીજા પાસે કુહાડી હતી.
મોહન પજવણીનો બદલો લેવા માંગતો હતો
પોલીસે જણાવ્યું હતું કે, આર્ટિલરી યુનિટના ગનર દેસાઈ મોહન નામના વ્યક્તિએ સઘન પૂછપરછ કર્યા બાદ પોલીસ સમક્ષ ઈન્સાસ રાઈફલની ચોરી અને તેના ચાર સહયોગીઓની હત્યામાં સંડોવણી હોવાની કબૂલાત કરી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું જણાયું છે. મોહને દાવો કર્યો હતો કે તેણે પોતાની અંગત અદાવતના બદલામાં ચાર સાથીદારોની હત્યા કરી હતી. જો કે, એસએસપીએ મોહનની કથિત હેરાનગતિના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી.
ઘટનાને  કેવી રીતે અંજામ આપ્યો?
દેસાઈ મોહનની કબૂલાત મુજબ, 9 એપ્રિલ 2023ની સવારે તેણે મેગેઝિન ભરેલી બંદૂકની ચોરી કરી હતી અને તેને છુપાવી હતી. 12 એપ્રિલ 2023ના રોજ સવારે લગભગ 4.30 વાગે, જ્યારે ફરજ પર હતા, ત્યારે તેણે છુપાયેલું હથિયાર બહાર કાઢ્યું અને પહેલા માળે ગયો. અહીં દેસાઈ મોહને ચારેય સાથી કામદારો જ્યારે ઊંઘતા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ તેણે હથિયારને ગટરના ખાડામાં ફેંકી દીધું. બાદમાં ગટરના ખાડામાંથી હથિયારો અને વધારાના મેગેઝિન મળી આવ્યા હતા. આ કેસમાં કોઈ આતંકવાદી એંગલ નથી તેની પુષ્ટિ થઈ હતી.

Advertisement

Tags :
Advertisement

.