ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot ના જેતપુરમાં ગેરકાયદે ધમધમતુ ફટાકડા બનાવાનું કારખાનુ ઝડપાયુ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયુ રાજકોટ એસઓજી પોલીસનું સફળ ઓપરેશન આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે લાઇસન્સ કે પરવાના વગર ફડકડા બનાવવા માટેનું કેમિકલ રખાયુ હતું Rajkot Police : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન...
11:41 AM Sep 25, 2024 IST | Vipul Pandya
Rajkot

Rajkot Police : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન રહેણાંક વિસ્તારની પાસે છે અને કોઇપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર અહીં જુદા જુદા કેમિકલ રખાયા હતા. Rajkot Police દરોડો પાડીને આ ગોડાઉન ઝડપી લીધુ છે.

રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડો પાડ્યો

મળેલી માહિતી મુજબ ધોરાજી તાલુકાના સૂપેડી ગામના કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં અહી ગેરકાયદે ફટાકડા બનાવવાનું મોટુ કારખાનું મળી આવ્યું હતું.

આ પણ વાંચો---Rajkot ની Saurashtra University ફરી આવી વિવાદમાં, જાણો સંપૂર્ણ હકીકત

આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે

જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ.નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે છતાં અહી આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફડકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટિરીયલ રાખવામાં આવ્યું હતું . આ કેમિકલ અને રો મટિરીયલમાંથી ફટકાકડા બનાવામાં આવી રહ્યા હતા.

પોલીસે ત્રણની ધરપકડ કરી

નવાઇની વાત એ છે કે આ ફટાકડા બનાવાનું ગેરકાયદે કારખાનુ ધમધમતું હોવા છતાં જેતપુર પોલીસ ગાઢ નિન્દ્રામાં હતી.આ મામલે પોલીસે સાહિલભાઇ મુકેશભાઇ રામોલીયા, શ્યામુ હાકીમસીંહ કુસ્વાહ, દેવેન્દ્રભાઇ અરવિદભાઇ માથુર અને કારખાના માલિક જીજ્ઞેશભાઇ પરસોત્તમભાઇ વિરમગામા રહે,સુપેડી તા-ધોરાજી જી-રાજકોટ ની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.પોલીસે 36.350 રુપિયાનું રો મટિરીયલ ઝડપી પાડ્યું હતું.

આ પણ વાંચો---Rajkot: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું

Tags :
breaking newsCrackersCrackers GodownGujaratGujarat FirstRAJKOTrajkot police
Next Article
Home Shorts Stories Videos