Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદના ખેડૂતોને પણ હવે CCTV ની જરૂર પડી, વાંચો કેમ...!

અહેવાલ---ગજેન્દ્ર ખાચર, બોટાદ ગુજરાતમાં અને એમાં પણ બોટાદ જોવા નાના જિલ્લાના નાના એવા રાણિયાણા ગામે ખેડૂતએ 15 વિધામાં ચંદનના છોડ ઉગાડ્યા છે. ચંદન ખુબ કિંમતી હોય છે અને તેનો ચોરાઇ જવાનો પણ ભય રહેતો હોય છે જેથી ખેડૂતે ચંદનના ઝાડની...
બોટાદના ખેડૂતોને પણ હવે cctv ની જરૂર પડી  વાંચો કેમ
અહેવાલ---ગજેન્દ્ર ખાચર, બોટાદ
ગુજરાતમાં અને એમાં પણ બોટાદ જોવા નાના જિલ્લાના નાના એવા રાણિયાણા ગામે ખેડૂતએ 15 વિધામાં ચંદનના છોડ ઉગાડ્યા છે. ચંદન ખુબ કિંમતી હોય છે અને તેનો ચોરાઇ જવાનો પણ ભય રહેતો હોય છે જેથી ખેડૂતે ચંદનના ઝાડની સલામતી માટે ખેતરમાં CCTV લગાડ્યા છે.
રાણીયાણા ગામે અંદાજે 65 વિધામાં ચંદન ઉગાડવામાં આવ્યું
બોટાદના રાણીયાણા ગામના એક ખેડૂતેએ 15 વીઘા જમીનમાં ચંદનની ખેતી કરી છે. જેની પ્રેરણાથી ગામના અન્ય ખેડૂતોએ પણ ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો છે. હાલ રાણીયાણા ગામે અંદાજે 65 વિધામાં ચંદન ઉગાડવામાં આવ્યું છે. ચંદનની ખેતી છે તો લાંબા ગાળાની જે ખેતી સમાન્ય અને નાના ખેડૂતોને કરવી પોસાઈ નહી પણ જો સાથે જો ખેડૂત પ્રગતિ અને નવું કરવાનું વિચારે તો બધું જ શક્ય છે. જે રાણીયાણા ગામના વશરામભાઈએ કરી બતાવ્યું, બોટાદના ગઢડાના રણિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત વશરામભાઈ વિરાણી જે પોતે ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો છે. અને પોતાના પારિવારિક વ્યવસાય ખેતી માટે તેને નવી દિશામાં પ્રગતિ કરી છે. છેલ્લા 8 વર્ષથી ચંદનની ખેતી સાથે જોડાયેલા છે.
15 વીઘામાં લાલ અને સફેદ ચંદનનું વાવેતર
વશરામભાઈ વિરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ખેતરમાં કુલ 15 વીઘામાં લાલ અને સફેદ ચંદનનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ચંદનની ખેતીમાં અન્ય કોઈપણ પ્રકારનો ખર્ચો કરવામાં આવતો નથી. તેમજ ઉનાળાની ઋતુમાં માત્ર પિયત કરવાની જરૂર પડે છે. આ ચંદનનું ઉત્પાદન મેળવવા આશરે 15 વર્ષ જેટલો સમય લાગે છે. ચંદનનું વાવેતર કઈ રીતે કરવું તે બાબતે વશરામભાઈ વિરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ચંદનના રોપા વચ્ચે આશરે 15×15 જેટલું અંતર રાખી તેનું વાવેતર કરવામાં આવે તો ચોક્કસથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. અને સારો પાક આવે છે. વશરામભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે લાલ અને સફેદ ચંદનની ખેતીમાં ખૂબ જ ઓછો ખર્ચ થવા પામે છે. જેમાં ખાસ કરીને માત્ર ઉનાળાની ઋતુમાં જ ચંદનના વાવેતરનું કાળજી રાખવાની હોય છે જેમાં સમયાંતરે પીયત કરવાનું હોય છે જ્યારે અન્ય કોઈપણ પ્રકારનો દવાનો કે રાસાયણિક ખાતરનો ખર્ચો રહેતો નથી અને માત્ર ઓર્ગેનિક ખાતર નો સમયાંતરે છટકાવ કરવામાં આવે છે તેથી આ ખેતીમાં અન્ય કોઈ ખર્ચનો બોજો ખેડૂત પર પડતો નથી. તેમજ કોઈપણ પ્રકારનો મજુરી ખર્ચ ખેડૂતને થતો નથી.
પાકનું વેચાણ કરી મહત્તમ નફા યુક્ત કમાણી કરવાની આશા
 ચંદનની ખેતીમાં કમાણી વિષે પ્રગતિશીલ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે 15 વર્ષથી પણ વધુ સમય બાદ ચંદનનું સારુ ઉત્પાદન થાય છે અને ત્યારબાદ ખેડૂતને આ પાકનું વેચાણ કરી મહત્તમ નફા યુક્ત કમાણી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.