6 વર્ષ પહેલા ચંપલનો ઓર્ડર કર્યો..હવે આવ્યો કોલ..!
Flipkart : મુંબઈમાં રહેતા એક વ્યક્તિ સાથે એક વિચિત્ર ઘટના બની છે. તાજેતરમાં જ તેને ફ્લિપકાર્ટ (Flipkart ) ની ગ્રાહક સેવા તરફથી જે કોલ આવ્યો તે કોલ સાંભળી આ વ્યક્તિ ચોંકી ગયો હતો. આ વ્યક્તિને 6 વર્ષ પહેલા આપેલા ઓર્ડર અંગે કોલ આવ્યો હતો. આ ઓર્ડરની ડિલિવરી 6 વર્ષથી કરવામાં આવી ન હતી અને અટકી પડી હતી. અહેસાન ખરબાઈ નામના આ વ્યક્તિએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.
છ વર્ષ જૂનો કેસ
મળેલી જાણકારી મુજબ અહેસાન ખરબાઈએ છ વર્ષ પહેલા મે 2018માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી 485 રૂપિયાની કિંમતનું સ્લીપર મંગાવ્યું હતું. અહેવાલો અનુસાર, ખારબાઈએ મંગાવેલા ચપ્પલ ક્યારેય આવ્યા નહોતા અને એપ પર ડિલિવરીની સ્થિતિ "arriving today" દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું. આ સંદેશ વર્ષો સુધી આવો જ રહ્યો હતો.
જૂન 2024માં તેમને ફ્લિપકાર્ટ પરથી તે ઓર્ડર વિશે પૂછપરછ કરવા માટે કોલ આવ્યો
રસપ્રદ વાત એ છે કે જૂન 2024માં તેમને ફ્લિપકાર્ટ પરથી તે ઓર્ડર વિશે પૂછપરછ કરવા માટે કોલ આવ્યો હતો. ખરબાઈને એ સાંભળીને આશ્ચર્ય થયું કે ફ્લિપકાર્ટ હવે તેમને 6 વર્ષ પહેલા આપેલા ઓર્ડર વિશે પૂછી રહ્યું છે. તેમણે કહ્યું કે તે કેશ ઓન ડિલિવરી (સીઓડી) ઓર્ડર હતો, તેથી તે વધારે ચિંતિત નથી. ઉપરાંત, એપ્લિકેશન પર ઓર્ડર રદ કરવાનો વિકલ્પ ક્યારેય ન હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
ખારબાઈએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આ ઘટના વિશે પોસ્ટ કર્યું. ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે તેમણે લખ્યું, "6 વર્ષ પછી, ફ્લિપકાર્ટે મને આ ઓર્ડર વિશે ફોન કર્યો. તેઓ પૂછતા હતા કે હું કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છું."
ગ્રાહક સેવા પ્રણાલીમાં રહેલી ખામીઓ
આ ઘટના ફ્લિપકાર્ટના ઓર્ડર ટ્રેકિંગ અને ગ્રાહક સેવા પ્રણાલીમાં રહેલી ખામીઓને પ્રકાશિત કરે છે. ફ્લિપકાર્ટે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. જો કે, આ બાબતએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ અંગે ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો----- FMCG સેક્ટર માટે ખુશ ખબર, 2024 માં 9 ટકા સુધી વધવાની આશા