Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેતરમાં ઘૂસ્યો ઊંટ, ગુસ્સામાં આવેલા જમીનદારે કાપી દીધો પગ અને પછી...

Camel Leg : પાકિસ્તાનના સિંધ પ્રાંત (Sindh province of Pakistan) માં ઘાસચારાની શોધમાં એક ઉંટ ખેતર (Farmer) માં ઘુસી ગયો હતો. આનાથી જમીનદાર અને તેના નોકરો એટલા ગુસ્સે થયા કે તેઓએ ઊંટનો પગ (Camel Leg) કાપી નાખ્યો હતો. હવે આ...
03:02 PM Jun 18, 2024 IST | Hardik Shah
Camel Leg in Pakistan

Camel Leg : પાકિસ્તાનના સિંધ પ્રાંત (Sindh province of Pakistan) માં ઘાસચારાની શોધમાં એક ઉંટ ખેતર (Farmer) માં ઘુસી ગયો હતો. આનાથી જમીનદાર અને તેના નોકરો એટલા ગુસ્સે થયા કે તેઓએ ઊંટનો પગ (Camel Leg) કાપી નાખ્યો હતો. હવે આ કેસમાં માલિક અને તેના પાંચ નોકરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી ચોંકી ઉઠેલા પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ હવે દુબઈથી ઊંટ માટે કૃત્રિમ પગની વ્યવસ્થા કરી રહ્યા છે. મામલો સંઘર જિલ્લાના મુંડ જામરાવ ગામનો છે.

ખેતરમાં ઊંટ ઘૂસ્યો અને પછી પગ કાપ્યો

ગયા સપ્તાહના અંતમાં, રુસ્તમ શાર અને તેના 5 નોકરોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ સંઘર જિલ્લાના મુંડ જામરાવ ગામમાં ઊંટનો પગ કાપ્યા બાદ કપાયેલા પગને હાથમાં લીધેલો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો અને પશુ અધિકાર સંગઠનોને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો અને લોકોએ આ ક્રૂર કૃત્ય માટે જમીનદાર સામે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી. ઊંટના માલિક અને ખેડૂત સુમેર બેહાને આ અંગે પોલીસને જાણ કરી ન હતી પરંતુ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. સિંધના મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહની સૂચના પર સ્થળની મુલાકાત લીધા પછી, પશુધન સચિવ કાઝિમ જાટોએ જણાવ્યું હતું કે, "ઊંટને તાત્કાલિક કરાચી સ્થિત કોમ્પ્રીહેન્સિવ ડિઝાસ્ટર રિસ્પોન્સ સર્વિસ (CDRS) એનિમલ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના માટે દુબઈથી પ્રોસ્થેટિક પગનો ઓર્ડર આપવામાં આવ્યો હતો."

ઊંટનો પગ રિકવર કરી રહ્યો છે

પશુધન સચિવ કાઝિમ જાટોએ જણાવ્યું હતું કે સિંધ સરકારે ઊંટની સારવારનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું છે અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી દુબઈથી ઊંટ માટે કૃત્રિમ પગની વ્યવસ્થા કરી રહ્યા છે. જાટોએ કહ્યું કે ઊંટના પગમાં સુધારો થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે ખેડૂતે ગુનેગારને ઓળખવાનો અને તેની સામે કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો, તેથી રાજ્ય દ્વારા 6 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય FIRમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પોલીસકર્મીઓ શનિવારે 6 શંકાસ્પદોની ધરપકડ કરવા પહોંચ્યા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો અને હુમલો કરવામાં આવ્યો.

તપાસ ચાલુ છે

કેસ અંગે સબ-ઇન્સ્પેક્ટર અત્તા હુસૈન જટ્ટે જણાવ્યું હતું કે શંકાસ્પદોને રવિવારે ડ્યુટી મેજિસ્ટ્રેટ આસિફ સિયાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે પોલીસ ઘટનામાં વપરાયેલા હથિયારોને રિકવર કરવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા

આ પણ વાંચો - Camel Viral Video: રીલ્સ બનાવાની ઘેલછામાં રીલ્સ બનાવનારની જ રીલ્સ લોકોએ બનાવી નાખી

Tags :
Bilawal Bhuttocamelcamel artificial legcamel artificial leg Pakistancamel legcamel legs amputatedDubaiPakistanPakistan camelPakistan camel leg cutPakistan camel Newspakistan newsPakistan News in Hindipakistan policeprosthetic legsSindhSindh caseworldworld news
Next Article