Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ? અજીત પવારના બળવાના સંકેત!

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા...
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ  અજીત પવારના બળવાના સંકેત
Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા અને સીધા સંકેત આપ્યા છે. તેમણે ગુરુવારે એક સવાલના જવાબમાં કહ્યું કે જે રીતે રાજ ઠાકરેએ પોતાના કાકા બાળાસાહેબ ઠાકરેનું ધ્યાન રાખ્યું, એ જ રીતે તેઓ પોતાના કાકા એટલે કે શરદ પવારનું ધ્યાન રાખશે. અત્રે જણાવવાનું કે રાજ ઠાકરેએ પોતાના કાકા અને શિવસેનાથી બળવો કરીને એક નવી પાર્ટી બનાવી હતી.

પવાર પરિવાર અને ઠાકરે પરિવારનું રાજકીય કહાની લગભગ સરખી છે. બંને પરિવારના મુખ્યાઓએ પોત પોતાના ભત્રીજાના દમ પર રાજકારણ ખેલ્યુ છે. પરંતુ જ્યારે બાગડોર સોંપવાનો કે વારસદાર પસંદ કરવાનો વારો આવ્યો તો પોતાના પુત્રને પસંદ કર્યા. તેવરમાં બાળા સાહેબ ઠાકરેની કોપી કરનારા રાજ ઠાકરે પણ શિવસેના પર કંટ્રોલ ઈચ્છતા હતા પરંતુ કમાન ઉદ્ધવ ઠાકરેને મળી. એનસીપીમાં પણ આ હાલ જોતા જોવા મળી રહ્યા છે.

Advertisement

ભત્રીજાના દમ પર રાજકારણ
મહારાષ્ટ્રના રાજકારણના ગલિયારોમાં ચર્ચા છે કે શરદ પવારે પણ રાજકારણ પોતાના ભત્રીજા અજીત પવારના દમ પર રમ્યા પરંતુ પોતાના રાજકીય વારસો તેઓ પોતાની પુત્રી સુપ્રીયા સુલેને સોંપવા માંગે છે. આ વાત અજીત પવારને ખટકી રહી છે. સુપ્રીયા સુલે સાંસદ છે પરંતુ એનસીપી કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ અજીત પવાર જેવું નથી.

Advertisement

ઉદ્ધવની સલાહ પર અજીતનો પલટવાર
અજીત પવારને જ્યારે ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ સલાહ આપતા કહ્યું હતું કે તેમણે તેમના કાકા પર તે જ રીતે ધ્યાન આપવું જોઈએ જે રીતે બહારના લોકો પર આપો છે. જેના પર પલટવાર કરતા અજીત પવારે કહ્યું કે જે પ્રકારે રાજ ઠાકરેએ પોતાના કાકા પર ધ્યાન આપ્યું તે જ રીતે હું પણ મારા કાકા પર ધ્યાન આપીશ. અત્રે જણાવવાનું કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનામાં યોગ્ય ભાગીદારી નહીં મળતા કાકાથી અલગ રસ્તો પસંદ કર્યો અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની રચના કરી. અજીત પવારના નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં કઈક નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે.

આ પણ  વાંચો- દારૂ કૌભાંડ કેસમાં EDએ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી, મનીષ સિસોદિયાનું નામ નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×