Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

Gujarat Police : પોલીસ ભરતીને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીહા, પોલીસ વિભાગ (Police Department) માં જવા ઇચ્છતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારે (State Government) એક સમાચારની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર...
પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

Gujarat Police : પોલીસ ભરતીને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીહા, પોલીસ વિભાગ (Police Department) માં જવા ઇચ્છતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારે (State Government) એક સમાચારની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ (Police) માં ભરતી કરવાની તૈયારીઓ કરી રહી છે. જેના માટે નવા નિયમો (New Rules) ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

Advertisement

પોલીસ ભરતીની જાહેરાત

જો તમે Gujarat Police માં ભરતીની તૈયારીઓ કરી રહ્યા છો તો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે તમારે જાણવી જોઇએ. રાજ્ય સરકારે પોલીસમાં ભરતીની જાહેરાત કરી છે. જે મુજબ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, આ ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) ની 1000 પોસ્ટ, જેલ સિપાહી (Male) ની 1013 પોસ્ટ, જેલ સિપાહી (Female) ની 85 પોસ્ટ પર ભરતી કરાશે. વળી આ ઉપરાંત બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.

Advertisement

PSI ની ભરતીના માટે નવા નિયમો

મળી રહેલી માહિતી અનુસાર,, PSIની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. જોકે, PSIની ભરતીના નિયમોમાં ફરેફાર કરાયા છે. ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. વજન ધ્યાન પર નહીં લેવાય, 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. બે પેપર રહેશે, એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે તો બીજું પેપર 100 માર્કનું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

સબ-ઈન્સ્પેકટરની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (1) શારીરિક કસોટી, (2) પ્રિલીમ પરીક્ષા તથા (3) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (1) શારીરિક કસોટી અને (2) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.

Advertisement

આ પણ વાંચો - જૂની પેન્શનના અમલીકરણને લઈને સરકાર અને કર્મચારી યુનિયન આમને-સામને

આ પણ વાંચો - Breaking News : કોંગ્રેસના વધુ એક નેતા છેડો ફાડે તેવા અણસાર

આ પણ વાંચો - આધુનિક સુવિધાઓથી સજ્જ 101 બસોનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કર્યું લોકાર્પણ

Tags :
Advertisement

.