Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે GSRTC દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ ખાસ દિવસને લોકો ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવતા હોય છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેના જીવનમાં ખુશીઓ ભરપૂર આવે તેની કામનાઓ કરતી હોય છે. આ પવિત્ર તહેવાર માટે GSRTC દ્વારા એક ખાસ આયોજન...
08:19 AM Aug 26, 2023 IST | Hardik Shah

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ ખાસ દિવસને લોકો ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવતા હોય છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેના જીવનમાં ખુશીઓ ભરપૂર આવે તેની કામનાઓ કરતી હોય છે. આ પવિત્ર તહેવાર માટે GSRTC દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, તહેવારનો સમય હોય ત્યારે મુસાફરોનો ઘસારો ખૂબ જ હોય છે ત્યારે આ વર્ષે રક્ષાબંધનના દિવસે લોકોને મુસાફરીમાં કોઇ તકલીફો ન પડે તે માટે ગુજરાત એસટી દ્વારા રક્ષાબંધનના દિવસે વધારાની 500 બસ દોડાવવામાં આવશે. જે રાજ્યભરમાં 2000થી વધુ ટ્રીપ લેશે.

રાજ્યમાં રક્ષાબંધનના દિવસે વધારાની 500 બસ દોડશે

રાજ્યમાં તહેવારોને કારણે વિવિધ શહેરો તરફ મુસાફરોની અવર જવર વધી જાય છે. ત્યારે આ તહેવારો માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરો અને નાના મોટા શહેરોમાં 500 જેટલી એસટીની વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસો રાજ્યભરમાં 2000થી વધુ ટ્રીપ લેશે. વધારાની બસો તા. 28થી 9 સપ્ટેમ્બર સુધી દોડાવામાં આવશે. આ સાથે જો કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા GSRTC આપશે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન દ્વારા એસટી નિગમ અંદાજે રૂ. 80 લાખથી વધુની આવકનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. રાજ્યના મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ઘસારો વધારે જોવા મળતો હોય છે.

રક્ષાબંધન ક્યારે 30 કે 31 ઓગસ્ટે

રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ જોવા મળે છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના-મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. જોકે, આ વખતે રક્ષાબંધનના  તહેવારની ઉજવણી 30 ઓગસ્ટે કરવી કે 31 ઓગસ્ટના રોજ કરવી તેને લઇને લોકો થોડા અસમંજસ છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતિક છે.

આ પણ વાંચો - ગોંડલની મહિલાઓએ દેશની રક્ષા કરતા 300 સૈનિકોની કલાઇ પર બાંધી રાખડી

આ પણ વાંચો - અંબાજી એસટી ડેપોમાં સ્વચ્છતા શ્રમ રથ આવી પહોંચ્યો, સ્વચ્છતાના મેસેજ આપશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
500 extra busesBrother and Sisterfestival of Raksha BandhanGSRTCHoly FestivalRaksha BandhanRakshabandhanSpecial Day
Next Article