Accident: ફુલ સ્પીડે આવેલી કારે શ્રદ્ધાળુઓને કચડ્યા, 5ના મોત
- બિહારના બાંકામાં એક ફુલ સ્પીડમાં આવેલી કારે ઘણા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા
- અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત
- 10 થી 11 લોકો ઘાયલ થયા
- રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી
Banka Accident : બિહારના બાંકા (Banka Accident)માં એક ફુલ સ્પીડમાં આવેલી કારે ઘણા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 10 થી 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હતી અને રોડ પર હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભીડને શાંત કરી હતી.
અકસ્માતમાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે
એસડીએમ અવિનાશ કુમારે જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. આ ઘટનામાં લગભગ 10-11 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને વહીવટીતંત્ર સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. અમે ઘટનાની તપાસ કરીશું.
આ પણ વાંચો---Bihar માં સર્જાયો લઠ્ઠાકાંડ, 28ના મોત તો અનેક ગંભીર
Bihar: Four Kanwariyas die after vehicle ran over them in Banka district
Read @ANI Story l https://t.co/SPSO0l8st2#Bihar #Accident pic.twitter.com/jdyJIqhEWW
— ANI Digital (@ani_digital) October 19, 2024
રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બાંકા જિલ્લામાં એક વાહન દ્વારા કચડી નાખવામાં આવતાં પાંચ કાવડીયાના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ કાવડીયા સુલતાનગંજથી ગંગા જળ લઈને જૈષ્ટગોરનાથ મહાદેવ મંદિર જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી. દુર્ઘટનાના સમાચાર મળ્યા પછી, એસડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે નજીકના પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને શાંત કરી હતી.
યુપીમાં પણ બે શ્રદ્ધાળુઓના મોત
આ દરમિયાન ધાર્મિક સ્થળ પરથી પરત ફરી રહેલી ખાનગી બસની ટક્કરથી બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. શુક્રવારે રાત્રે યુપીના સિદ્ધાર્થનગરના ઢેબરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામપુર રોડ પર તે કાબૂ બહાર જઈને કોતરમાં પડી ગઈ હતી. તમામ પીડિતો શોહરતગઢ તહસીલના મહનકોલા ગામના રહેવાસી હતા.
આ પણ વાંચો---Bihar : RJD નેતા પંકજ યાદવ પર ફાયરિંગ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ