Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parliament : રાજ્યસભામાંથી પણ 45 સાંસદો સસ્પેન્ડ,અત્યાર સુધીમાં 92 સાંસદો સસ્પેન્ડ

લોકસભા બાદ હવે રાજ્યસભા(Rajya Sabha)માંથી પણ 45 સાંસદો (MP)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદો (MP)ને લોકસભામાં સુરક્ષામાં ખામીને લઈને હંગામો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા આજે 33 લોકસભા સાંસદો (MP)ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા....
06:05 PM Dec 18, 2023 IST | Vipul Pandya

લોકસભા બાદ હવે રાજ્યસભા(Rajya Sabha)માંથી પણ 45 સાંસદો (MP)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદો (MP)ને લોકસભામાં સુરક્ષામાં ખામીને લઈને હંગામો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા આજે 33 લોકસભા સાંસદો (MP)ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે પણ કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સાંસદોને રાજ્યસભા (Rajya Sabha)માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. સપા સાંસદ (MP) રામ ગોપાલ યાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ ગૃહની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.

જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા નેતાઓનો સમાવેશ

જે સાંસદોને રાજ્યસભા(Rajya Sabha)માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ ગૃહની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા છે. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

રાજ્યસભા(Rajya Sabha)ના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના સાંસદોએ તેમના વર્તનથી લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો----બંને ગૃહમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત કુલ 67 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ, જાણો શું છે કારણ?

Tags :
lok-sabhaMPParliamentParliament SecurityRajya Sabhasecurity breach
Next Article