Space માં ફેલાયેલો 4300 ટન કચરો! વધુ એક સેટેલાઈટ થયું અંતરિક્ષમાં નષ્ટ
- આશરે 13 હજાર ટન જેટલો કરચો જોવા મળી રહ્યો
- Intelsat એ 7.8 કરોડ અમેરિકી ડોલરનો દાવો કર્યો
- જોકે 4300 ટન કચરો માત્ર રોકેટનો જોવા મળી રહ્યો છે
Intelsat-33e satellite : Space માં એક વિશાળ સંચાર માધ્યમનો સેટેલાઈટ તૂટી પડ્યો છે. તેના કારણે યૂરોપ, મધ્ય અમેરિકા, મધ્ય એશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પૃથ્વીની આસપાસ આ સંચાર સેટેલાઈટ (Intelsat-33e satellite) ના તૂટી જવાથી વિશાળ પ્રમાણમાં કચરો ફરતો જોવા મળી રહ્યો છે. Intelsat 33E એ ભૂમધ્યસાગરની નજીક આવેલા આશરે 35 હજાર કિમી દૂર એક બિંદૂમાં સંચાર પ્રદાન કરતું હતું. પરંતુ તાજેતરમાં Intelsat 33E ને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે.
આશરે 13 હજાર ટન જેટલો કરચો જોવા મળી રહ્યો
US Space Force-Space એ આ ઘટનાની પુષ્ટિ કરી છે. US Space Force-Space એ જણાવ્યું છે કે, Intelsat 33E ના આશરે 20 જેટલા ટુકડાઓ થયા છે. જોકે Spaceમાં આવી રીતે કોઈ સેટેલાઈટ તૂટી પડ્યું હોય, તેવી કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક સેટેલાઈટ Space માં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા સમયે પડી ભાંગ્યા છે. જોકે Intelsat 33E માં અનેક વર્ષોથી ખામીઓ માલૂમ પડી રહી હતી. તે ઉપરાંત Intelsat 33E ને નષ્ટ કરવામાં આવે તેવી પણ યોજના અનેકવાર બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: Flying Taxi બનાવી આ દેશે વિશ્વને ચોંકાવ્યું, 2026 માં પંછીઓ સાથે ઉડશે
The #Russian Space Agency has cataloged more than 80 fragments of the Intelsat-33e satellite that disintegrated in Earth orbit!
Analysis of the movement trajectories of the resulting fragments shows that the destruction of the satellite was instantaneous and high-energy in nature pic.twitter.com/b7Hkl78pQu— 🛰️Abdullah Zakaria (@Abdullah25544U) October 22, 2024
Intelsat એ 7.8 કરોડ અમેરિકી ડોલરનો દાવો કર્યો
Intelsat 33E ને વર્ષ 2016 માં Space માં મોકલવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2017 પછી Intelsat 33E માં વિવિધ ખામીઓ નજરે આવવા લાગી હતી. Intelsat 33E ના કદને કારણે તેને અનેક મુશ્કેલીનો Space માં સામનો કરવો પડતો હતો. તે ઉપરાંત Intelsat 33E માં ઈંઘણની પણ મોટાભાગે સમસ્યા ઉત્પન્ન થતી હતી. જોકે વર્ષ 2017 માં જ તેને Space માં આઝાદ કરી દેવામાં આવ્યો હતું. ત્યારે Intelsat એ 7.8 કરોડ અમેરિકી ડોલરનો દાવો કર્યો છે. જોકે Intelsat 33E ને લઈ કોઈ વીમો તૈયાર કરવામાં આવ્યો ન હતો.
જોકે 4300 ટન કચરો માત્ર રોકેટનો જોવા મળી રહ્યો છે
Intelsat 33E કયા કારણોસર Space માં નષ્ટ પામ્યો છે, તેનું સચોટ કારણ આપણે ક્યારેય પણ જાણી શકીશું નહી. તો બીજી તરફ Spaceમાં 30 બ્લૂ વ્હેલના કદ જેટલો Spaceમાં કચરો જમા થયો છે. તે ઉપરાંત આ તમામ કચરો પૃથ્વીની કક્ષામાં જોવા મળી રહ્યો છે. આશરે 13 હજાર ટન જેટલો કરચો જોવા મળી રહ્યો છે. જોકે 4300 ટન કચરો માત્ર રોકેટનો જોવા મળી રહ્યો છે. તેના કરાણે Space માં વિવિધ રોકેટ અને અવકાશયાનનો કાટમાળ ભેગો થયો છે. ભવિષ્યના સમયમાં આ કાટમાળ પૃથ્વી માટે ખતરો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ISRO Venus Mission માટે એરોબ્રેકિંગ તકનીકનો કેવી રીતે કરશે ઉપયોગ, જાાણો