Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar માં સર્જાયો લઠ્ઠાકાંડ, 28ના મોત તો અનેક ગંભીર

બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો સિવાન અને છપરામાં દારૂ પીવાથી 28 લોકોના મોત અનેક લોકોની હાલત ગંભીર મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા Bihar Tragedy : બિહાર (Bihar Tragedy)માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલા તાજા સમાચાર મુજબ બિહારમાં લઠ્ઠાકાંડ...
bihar માં સર્જાયો લઠ્ઠાકાંડ  28ના મોત તો અનેક ગંભીર
  • બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો
  • સિવાન અને છપરામાં દારૂ પીવાથી 28 લોકોના મોત
  • અનેક લોકોની હાલત ગંભીર
  • મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા

Bihar Tragedy : બિહાર (Bihar Tragedy)માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલા તાજા સમાચાર મુજબ બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે અને ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોત સિવાન અને છપરામાં થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોના મોત થયા છે જ્યારે છપરામાં 8 લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની હાલત ગંભીર છે. જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

Advertisement

ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા

ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આટલા મૃત્યુ પછી પણ મંત્રી સ્વીકારી રહ્યા નથી કે આ વહીવટી નિષ્ફળતાનો મામલો છે. તેમણે કહ્યું કે આ વહીવટી નિષ્ફળતા નથી, સવાલ એ છે કે આટલા લોકોના મૃત્યુ પછી શું આ વહીવટી નિષ્ફળતા નથી?

આ પણ વાંચો----Bihar : નવાદાના મહાદલિત ટોલામાં ગુંડાઓએ ગોળીબાર કર્યો, 80 ઘરોને આગ લગાવી

Advertisement

તમામ દારૂ માફિયાઓ પર સીસીએ લગાવવામાં આવશે

જો કે મંત્રીએ મોટી જાહેરાત કરી છે કે આ સમગ્ર મામલે હવે તમામ દારૂ માફિયાઓ પર સીસીએ લગાવવામાં આવશે અને આ અંગેનો પ્રસ્તાવ કેબિનેટમાં લાવવામાં આવશે અને સીસીએના પ્રસ્તાવ પર મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ચર્ચા કરવામાં આવશે. વહીવટી તૈયારીઓ બાદ દારૂ માફિયાઓ પર પ્રતિબંધ મુકાશે પરંતુ CCAમાં જવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

ગયા વર્ષે પણ સીતામઢીમાં 6 લોકોના મોત થયા હતા

બિહારમાં ઝેરી દારૂના કારણે મોતનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે સીતામઢીમાં ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા હતા. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોએ સાથે બેસીને દારૂ પીધો હતો. ઝેરી દારૂ પીધા બાદ આ લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક પછી એક તમામના મોત થયા હતા.

આ પણ વાંચો---Bihar : તૂટેલા ટ્રેક પરથી પસાર થઇ Vaishali Express અને પછી...

Tags :
Advertisement

.