Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

6 વર્ષમાં 183 કુખ્યાત ગેંગસ્ટર ઠાર, વાંચો યોગી સરકારના Encounter

યુપીની યોગી સરકાર 'ઝીરો-ટોલરન્સ' નીતિ હેઠળ ગુનેગારોની કમર તોડવામાં વ્યસ્ત છે. ઉમેશ હત્યાકાંડ બાદ માફિયાઓને માટીમાં ભેળવી દેવાની યોગીએ કરેલી જાહેરાત બાદ ગુરુવારે બપોરે અતીક અહેમદના પુત્ર અસદને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. યોગી સરકારે છેલ્લા છ વર્ષમાં યુપીમાં અત્યાર...
03:07 PM Apr 14, 2023 IST | Vipul Pandya
યુપીની યોગી સરકાર 'ઝીરો-ટોલરન્સ' નીતિ હેઠળ ગુનેગારોની કમર તોડવામાં વ્યસ્ત છે. ઉમેશ હત્યાકાંડ બાદ માફિયાઓને માટીમાં ભેળવી દેવાની યોગીએ કરેલી જાહેરાત બાદ ગુરુવારે બપોરે અતીક અહેમદના પુત્ર અસદને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. યોગી સરકારે છેલ્લા છ વર્ષમાં યુપીમાં અત્યાર સુધીમાં 10,933 એન્કાઉન્ટર થયા છે. જેમાં 183 કુખ્યાત બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
23,348 ગુનેગારોની ધરપકડ
પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ 5,046 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ એન્કાઉન્ટર દરમિયાન અત્યાર સુધીમાં 23,348 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ લડાઈમાં 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે. જ્યારે 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠમાં
સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે. જિલ્લામાં કુલ છ વર્ષમાં 3,205 એન્કાઉન્ટર થયા છે. જેમાં 64 ગુનેગારોનો ખાત્મો થયો હતો, જ્યારે 1708 ઘાયલ થયા હતા. આ અથડામણો દરમિયાન એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 401 પોલીસકર્મી ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર બાદ 5967 ગુનેગારોની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.
આગ્રામાં પણ વધુ એન્કાઉન્ટર
મેરઠ પછી સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર આગ્રામાં થયા છે. આગ્રામાં 1844 એન્કાઉન્ટર થયા છે. જેમાં 14 ગુનેગારોનો ખાત્મો કરવામાં આવ્યો છે. જ્યારે 4654ની ધરપકડ કરવામાં આવી હતી.  લગભગ 55 પોલીસકર્મીઓ પણ આ ઓપરેશનમાં ઘાયલ થયા હતા. આગ્રા પછી ત્રીજા નંબર પર બરેલી છે. જ્યાં 1497 એન્કાઉન્ટર થયા જેમાં સાત ગુનેગારો માર્યા ગયા જ્યારે 3410 અન્યની ધરપકડ કરવામાં આવી. આ એન્કાઉન્ટરમાં 296 પોલીસકર્મીઓ અને 437 ગુનેગારો ઘાયલ થયા હતા, જ્યારે એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો હતો.
સીએમ યોગીનો જુનો વીડિયો વાયરલ 
અસદના મોત બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર સીએમ યોગીનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ યોગીએ માફિયાઓને માટીમાં ભેળવી દેવાની ચેતવણી આપી હતી. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ વિપક્ષના હુમલાનો જવાબ આપતા સીએમ યોગીએ વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી દેશે.
આ પણ વાંચો--મારો ખૌફ રહે તે માટે ધોળા દહાડે હત્યા કરાવી, અતિકનો ઘટસ્ફોટ
Tags :
atiq ahemadEncounterGangsterpoliceUP PoliceUP STFUttar PradeshYogi AdityanathYogi governmentZero-tolerance' policy
Next Article