Patan : તપાસમાં ચોંકાવનારો ખુલાસો! 16 સિનિયરોએ જુનિયરોને રૂમમાં બોલાવ્યા અને પછી..
- Patan માં રેગિંગ બાદ મોત મામલે સૌથી મોટો ખુલાસો
- ગત મોડી રાત્રે કોલેજનાં સિનિયર વિદ્યર્થીઓએ રેગિંગ કર્યું હતુ
- 16 જેટલાં સિનિયરોએ જુનિયરોનું 3 કલાકથી વધુ રેગિંગ કર્યું
પાટણ (Patan) જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત નીપજ્યા મામલે મોટો ખુલાસો થયો છે. ગત મોડી રાતે બનેલી આ ઘટના બાદ મેડિકલ કોલેજ એન્ટી રેગિંગ કમિટી એક્શનમાં આવી છે. ભોગ બનનાર 11 વિધાર્થીઓની પૂછપરછ કરાઈ છે. સાથે જ કોલેજના ડીને હોસ્ટેલનાં તમામ CCTV ફૂટેજ પોલીસને સોંપ્યા છે. બોઈસ હોસ્ટેલનાં (Boys Hostel) વોટ્સએપ ગ્રૂપની રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે, જેમાં ચોંકનાવારા ખુલાસા થયા છે.
આ પણ વાંચો - ISRO એલોન મસ્કની કંપની સાથે GSAT-N2 લોન્ચ કરશે, 99 % સફળતાની ખાતરી...
16 સિનિયર વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી જુનિયરોને ઊભા રાખ્યા!
પાટણમાં (Patan) મેડિકલ કોલેજમાં (Dharpur Medical College) અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત નીપજતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગત મોડી રાતે કોલેજનાં 16 જેટલાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું 3 કલાકથી વધુ રેગિંગ (Ragging Case) કરાયું હતું. જુનિયરોને રૂમમાં બોલાવી 3 કલાક સુધી ઊભા રાખ્યા હતા. આરોપ છે કે, સતત ઊભા રાખવાને કારણે MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્ચાસ કરતા 18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિધાર્થીનું મોત નીપજ્યું હતું. અનિલ સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાનાં જેસડા ગામનો વતની હતો. આશાસ્પદ દીકરાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો - Disha Patani ના પિતા સાથે થઇ ગયો કાંડ, અધિકારી બનવાની લાલચે લાખો ગુમાવ્યા
વિદ્યાર્થીઓનાં મોત બાદ તપાસનો ધમધમાટ
આ હચમચાવતી ઘટના બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટી (Anti-Ragging Committee) એક્શનમાં આવી છે અને કમિટીનાં ચેરમેન ડો. હાર્દિક શાહ દ્વારા ભોગ બનનાર 11 વિધાર્થીઓની પૂછપરછ કરાઈ હતી. કોલેજનાં ડીન દ્વારા આ મામલે પોલીસને તમામ CCTV ફૂટેજ પણ સોંપવામાં આવ્યા છે. ઉપરાંત, બોઈસ હોસ્ટેલનાં વોટ્સએપ ગ્રૂપની રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે. જો કે, અનિલનાં મૃત્યુ બાદ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી ગ્રૂપમાં કરાયેલ કેટલાક મેસેજ ડિલીટ કરાવાયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, વિધાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરાવાતું હતું. મૃતક સહિત 11 જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયું હતું. ઉપરાંત, એવી પણ માહિતી છે કે અગાઉ અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચો - VADODARA : રિફાઇનરીમાં ભીષણ આગ મામલે FSLએ ટેંકમાંથી નમુના મેળવ્યા