Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Road Accident : ડબલ ડેકર બસ પાછળથી દૂધની ટેંકરમાં ઘૂસી જતાં 18ના મોત

Road Accident : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં લખનૌ આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે જેમાં 18 લોકોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધની ટેંકરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર...
08:06 AM Jul 10, 2024 IST | Vipul Pandya
BREAKING_ NEWS_GUJARAT_FIRST

Road Accident : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં લખનૌ આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે જેમાં 18 લોકોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધની ટેંકરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફુલ સ્પીડ઼થી આવતી બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી

બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી બસને બુધવારે સવારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ડબલ ડેકર બસ કાબૂ બહાર જઈને દૂધની ટેંકર સાથે અથડાઈ હતી, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ગામલોકો તેને જોઈને ગભરાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ અને ત્યાર બાદ ઉન્નાવના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ ત્યાં બચાવ અભિયાન ચલાવી રહી છે.

તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

કહેવાય છે કે આ માર્ગ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે થયો હતો. ઘટના બાદ તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોની સારવાર ચાલુ છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ નથી.

આ પણ વાંચો---- Puri Jagannath Rath Yatra: રથયાત્રામાં મોટી દુર્ઘટના, રથ પરથી પડી ભગવાનની મૂર્તિ

આ પણ વાંચો---- GHAZIPUR : પ્રેમમાં પાગલપનની દરેક હદો પાર! યુવકે માતા – પિતા અને ભાઈનો જ લીધો જીવ

Tags :
breaking newsGujarat FirstLucknow-Agra ExpresswayNationalroad accidentUnnaoUttar Pradesh
Next Article