Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: 16 મહિના શ્રેષ્ઠ કામગીરી કરનારા SP ડો. લીના પાટીલને ભવ્ય વિદાય અપાઇ 

IPS  ડો. લીના પાટીલે કરેલી કામગીરીમાં એક પણ કેસ અનડીટેક્ટ નહીં.. ભરૂચના IPS ડો.લીના પાટીલની વડોદરા ખાતે DCP તરીકે બદલી  ભરૂચના નવા SP તરીકે મયૂર ચાવડાની નિમણૂંક  લીના પાટીલે માત્ર 16 મહિનામાં જ ડ્રગ્સની ફેક્ટરી લૂંટ જેવા અનેક ભેદ ઉકેલ...
bharuch  16 મહિના શ્રેષ્ઠ કામગીરી કરનારા sp ડો  લીના પાટીલને ભવ્ય વિદાય અપાઇ 
IPS  ડો. લીના પાટીલે કરેલી કામગીરીમાં એક પણ કેસ અનડીટેક્ટ નહીં..
ભરૂચના IPS ડો.લીના પાટીલની વડોદરા ખાતે DCP તરીકે બદલી
 ભરૂચના નવા SP તરીકે મયૂર ચાવડાની નિમણૂંક
 લીના પાટીલે માત્ર 16 મહિનામાં જ ડ્રગ્સની ફેક્ટરી લૂંટ જેવા અનેક ભેદ ઉકેલ નાખ્યા..
અહેવાલ---દિનેશ મકવાણા ભરૂચ 
ભરૂચ (Bharuch) જિલ્લાની પવિત્ર ભૂમિ એટલે ભૃગુઋષિની તપોભૂમિ અને નર્મદા નગરી એટલે કે જેના દર્શન માત્રથી પાપ મુક્ત થવાય તેવી ભૃગુ નગરીમાં અનેક અધિકારીઓએ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને તેનું ફળ પણ મળ્યું છે. આવી જ રીતે ભરૂચમાં હાલના SP ડો. લીના પાટીલની કામગીરીની માત્ર ઉચ્ચ કક્ષાએ નહીં પરંતુ ભરૂચવાસીઓએ પણ નોધ લીધી છે અને પ્રથમ મહિલા SP તરીકે ભરૂચવાસીઓમાં એક શ્રેષ્ઠ અધિકારી તરીકે છાપ મૂકી વિદાય થયા હતા.
દારૂ પ્રત્યે કડકાઇ
ભરૂચ જિલ્લામાં SP તરીકે 4 એપ્રિલ 2022ના રોજ ડો.લીના પાટીલે ચાર્જ લીધો હતો અને  પ્રથમ દિવસથી તેઓએ ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રથમ દિવસથી જ ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષોથી ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓની બદલી કરી અને ભરૂચ જિલ્લામાં બુટલેગરો દારુ કેવી રીતે ઘુસાડી રહ્યા છે તેનું બોર્ડર ઉપર સ્થળ નિરીક્ષણ કર્યું અને 4 ચેકપોસ્ટ ઉભી કરી અને દારૂ પ્રત્યે કડકાઇથી અમલ કરાવવા અંગે પોલીસ અધિકારીઓને સૂચન કર્યું હતું.
POLICE
નશાનો કારોબારનો પર્દાફાશ
આ સાથે ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લામાંથી નશાનો કારોબારનો પર્દાફાશ કર્યો હતો અને પાનોલી ખાતેથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. 1300 કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું હતું. ઉપરાંત ભરૂચ જિલ્લામાં મોટા ક્રાઈમના ભેદ ઉકેલવામાં તેઓ  સફળ રહ્યા છે જેમાં બે મહત્વના કે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા. એક મકતમપુર નજીક આડેધડ ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના કેસમાં ફરિયાદી ઇજાગ્રસ્તના પુત્રની જ અટકાયત કરી હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલ્યો હતો અને અંકલેશ્વર ખાતે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદમાં ફરિયાદીએ જ આર્થિક સંકડામણના કારણે 45 લાખ રૂપિયા સંતાડી પોલીસને ગેરમાર્ગે દોરી દેવું પતાવવાના ઇરાદામાં રહેલો ફરિયાદી જ આરોપી બન્યો હતો અને ઝઘડિયામાં પોતાના જ દીકરાની પોતાના પ્રેમી દિયર સાથે મળી હત્યા કરાવનાર માતા અને પ્રેમી દિયરની ધડપકડ પણ પોલીસે કરી હતી
POLICE
48 કલાકમાં જ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી
અંકલેશ્વર ખાતે પણ એક ગંભીર પ્રકારની ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ થઇ હતી જેમાં લૂંટારુ ટોળકી અને પોલીસની સામે ફિલ્મી ઢબે ફાયરિંગ થયું હતું જેમાં એલસીબી પીઆઇ કે.ડી મંડોરાએ પણ સામે ફાયરિંગ કર્યું હતું અને એક લૂંટારૂને ઝડપી પાડતા સમગ્ર લૂંટનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. SP ડો. લીના પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ રાત દિવસ અંકલેશ્વરની જે બેંકમાં લૂંટની ઘટના બની હતી તેની આસપાસના સમગ્ર વિસ્તારને ખુંદી નાખી સ્લમ વિસ્તારમાંથી માત્ર ગણતરીના 48 કલાકમાં જ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલ નાખ્યો હતો
POLICE
ભરૂચ જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન
ડોક્ટર લીના પાટીલે માત્ર ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓ ઉપર સિંકંજો કસ્યો હતો.  પરંતુ તેઓએ સાથે સાથે ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગની પણ ચિંતા કરી હતી. માં જગદંબાની આરાધના પર્વ નવરાત્રીમાં પોલીસ વિભાગના અધિકારીઓ ફરજ ઉપર હોય છે પરંતુ તેમના સંતાનો પણ આસો નવરાત્રીમાં મા જગદંબાની આરાધનાથી વંચિત ન રહી જાય તે માટે સૌપ્રથમ ભરૂચ જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરાયું અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરી એક જ ગરબા ગ્રાઉન્ડ ઉપર પોલીસ વિભાગના અધિકારીઓ સાથે એસપી ડોક્ટર લીના પાટીલે પણ ગરબાની રમઝટ બોલાવી ભરૂચવાસીઓમાં એક ચાહના મેળવી લીધી હતી.
POLICE
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલ્યો
ભરૂચ જિલ્લામાં આઇપીએસ ડોક્ટર લીના પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસે પણ અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. જેવી રીતે કે હિન્દી ફિલ્મ હેરાફેરીની જેમ જ એક ટોળકી નકલી નોટના બંડલ સાથે કેટલાક વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય તેનો મોટો ભેદ ઉકેલ્યો હતો સાથે જ લીના પાટીલે પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઉપર અંકુશ મેળવી શકાય તેવા પ્રયાસો કર્યા અને ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં વસતા પરપ્રાંતીઓથી માંડી તમામનું વેરિફિકેશન કરવા સાથે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને ભાડા કરાર વિના ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિયોથી માંડી મકાન માલિકો સામે પણ જાહેરનામાના ભંગ સહિત વાહન ડીટેલ પ્રોહિબિશન સહિતના ગુનાઓ દાખલ કરી ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાનો તમામ પ્રયાસો કર્યા હતા અને તેમાં તેઓ સફળ પણ થયા છે
ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વો અંકુશમાં
આઈપીએસ ડોક્ટર લીના પાટીલની કામગીરીથી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓમાં એક ભય ઊભો થઈ ગયો હતો અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વો અંકુશમાં આવી ગયા છે.ડો. લીના પાટીલ અનેક સ્થળોએ મોડી રાત્રે પણ વિઝીટમાં નીકળતા હતા અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે સતર્ક રાખતા હતા જેના કારણે ભરૂચ જિલ્લામાં ક્રાઈમ અંકુશ ઉપર આવી ગયો છે. હાલ અમદાવાદના કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ભરૂચમાં જે રીતે ફરજ નિભાવી ચૂક્યા છે તેવી જ રીતે ભરૂચમાં જ ડોક્ટર લીના પાટીલે પણ પોતાની ફરજ નિભાવી છે અને એટલા માટે જ કહેવાય છે કે ભરૂચ ની પવિત્ર ભૂમિ ભૃગુ નગરી ડોક્ટર લીના પાટીલને ફળી છે કોઈપણ અધિકારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તો તેનું ફળ અવશ્ય મળે છે.
SPનો અદભુત વિદાય સમારંભ
SP લીના પાટીલની વડોદરા ખાતે બદલી પામતા પ્રથમ વખત SPનો અદભુત વિદાય સમારંભ યોજાયો હતો. તેઓના વિદાય સમારંભમાં અનેક રાજકીય આગેવાનો, રાજકીય પક્ષના પ્રમુખ, સંતો, મહંતો વિવિધ સંસ્થાના આગેવાનો સહિત લોકો જોડાયા હતા અને 16 મહિના ભરૂચમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અને વિદાય લઇ રહેલા ડોક્ટર લીના પાટીલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લઇ રહેલા આઈપીએસ ડોક્ટર લીના પાટીલની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો---GANESH MAHOTSAV: 9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ
Advertisement
Tags :
Advertisement

.