Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarakhand : અલકનંદા નદીમાં પેસેન્જર વાહન ખાબકતાં 16 તણાયા

Uttarakhand : Uttarakhand ના રુદ્રપ્રયાગ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે, જે મુજબ દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલું એક વાહન નિયંત્રણ ગુમાવીને રૂદ્રપ્રયાગ પાસે અલકનંદા નદીમાં પડી ગયું જેમાં 23 લોકો સવાર હતા. નદીના જોરદાર પ્રવાહમાં વાહનમાં સવાર તમામ લોકો...
uttarakhand   અલકનંદા નદીમાં પેસેન્જર વાહન ખાબકતાં 16 તણાયા

Uttarakhand : Uttarakhand ના રુદ્રપ્રયાગ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે, જે મુજબ દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલું એક વાહન નિયંત્રણ ગુમાવીને રૂદ્રપ્રયાગ પાસે અલકનંદા નદીમાં પડી ગયું જેમાં 23 લોકો સવાર હતા. નદીના જોરદાર પ્રવાહમાં વાહનમાં સવાર તમામ લોકો વહી ગયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. નદીમાં લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

સીએમ ધામીએ ટ્વીટ કર્યું

અકસ્માત બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, "...ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે..

Advertisement

મુસાફરો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલું વાહન દિલ્હીથી મુસાફરોને લઈને ચોપટા તુંગનાથ જઈ રહ્યું હતું. આ વાહનમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. તમામ મૃતકોની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થઈ શકે છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટીમ દ્વારા અત્યાર સુધીમાં બે ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આ ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, માહિતી મળી છે કે રુદ્રપ્રયાગના રંટોલી પાસે હાઈવે પરથી એક ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડી ગયો છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. નદીમાં વહી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો---- Chhattisgarhમાં મોટી સ્ટ્રાઇક, 8 નક્સલવાદીઓ ઠાર

આ પણ વાંચો---- સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ, 6 લોકોના મોત, 1200 પ્રવાસીઓ ફસાયા

આ પણ વાંચો--- Hyderabad Murder Video: હૈદરાબાદમાં સરાજાહેર જોવા મળ્યો ખૂની ખેલ, લોહીલુહાણ યુવક મદદ માટે….

આ પણ વાંચો---- Acropolis મોલના રેસ્ટોરન્ટમાં ભયાનક આગ, 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

આ પણ વાંચો---- Kuwait Fire : કુવૈતથી એર્નાકુલમ પહોંચ્યા 45 ભારતીયના મૃતદેહ…

Tags :
Advertisement

.