Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15th August : રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરાઈ દેશનાં 1037 સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ જાહેર ગુજરાતનાં 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ જાહેર આવતીકાલે 15 મી ઓગસ્ટ (15th August) એટલે કે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા દેશના...
15th august   રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત  ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત
  1. સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરાઈ
  2. દેશનાં 1037 સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ જાહેર
  3. ગુજરાતનાં 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ જાહેર

આવતીકાલે 15 મી ઓગસ્ટ (15th August) એટલે કે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા દેશના 1037 સુરક્ષાકર્મીઓને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. ગુજરાતનાં (Gujarati) 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) દ્વારા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Dashama Visarjan : દશામા વ્રતની પૂર્ણાહુતિ, કુંડ હોવા છતાં રસ્તાઓ પર મૂર્તિઓ મૂકી જતાં ખંડિત થઈ

Advertisement

આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં 78 માં સ્વતંત્રતા દિવસની (India's Independence Day) ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસની (15th August) ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય કામગીરી કરનારા સુરક્ષાકર્મીઓને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. માહિતી મુજબ, આ વર્ષે દેશભરમાંથી 1037 સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરશે, જે પૈકી ગુજરાતનાં 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપશે.]

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : લાંચિયા અધિકારી અનિલ મારૂ પર કાર્યવાહીનો કોરડો વીંઝાયો

ગુજરાત પોલીસનાં જે જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે તેમની સૂચિ આ પ્રમાણે છે.

- બળવંતસિંહ ચાવડા, DySP
- ભરતકુમાર બોરાણા, સબ ઈન્સ્પેક્ટર

પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક જે અધિકારીઓને મળશે તેમની સૂચિ

- અશોકકુમાર મુનિયા, કમાન્ડન્ટ
- રાજેન્દ્રસિંહ ચુડાસમા, કમાન્ડન્ટ
- સજનસિંહ પરમાર, SP
- બિપીન ઠાકેર, DySP
- દિનેશ ચૌધરી, DySP
- નીરવસિંહ ગોહિલ, ACP
- કૃષ્ણકુમારસિંહ ગોહિલ, DySP
- જુગલકુમાર પુરોહિત, DySP
- કરણસિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર
- હરસુખલાલ રાઠોડ, ASI
- અશ્વિનકુમાર શ્રીમાલી, સબ ઈન્સ્પેક્ટર
- વિજયકુમાર પટેલ, ASI
- બશીર મુદ્રક, ASI
- ઈશ્વરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
- રમેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ
- કિશોરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
- પ્રકાશભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર
- મહિપાલ પટેલ, હેડ કોન્સ્ટેબલ
- ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર

હોમગાર્ડ એન્ડ સિવિલ ડિફેન્સમાં પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક પ્રાપ્ત કરનારાઓની સૂચિ

- સંજયભાઈ વસાવા, સિનિયર પ્લાટૂન કમાન્ડર
- પસાભાઈ ઝાલા, હવલદાર ક્લાર્ક
- બ્રિજેશ શાહ, ડેપ્યૂટી ચીફ વોર્ડન
- મેહુલ સોરઠિયા, ડેપ્યૂટી ચીફ વોર્ડન

આ પણ વાંચો - VADODARA : ફરજમાં "મનમાની" કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

Tags :
Advertisement

.