Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjains Mahakal Temple : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) માં ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના (major tragedy) ઘટી છે. ગર્ભગૃહમાં ભસ્મ આરતી (Bhasma Aarti) દરમિયાન હાળી રમતી વખતે આ અકસ્માત (Accident)  સર્જાયો હતો....
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ  13 લોકો દાઝ્યા

Ujjains Mahakal Temple : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) માં ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના (major tragedy) ઘટી છે. ગર્ભગૃહમાં ભસ્મ આરતી (Bhasma Aarti) દરમિયાન હાળી રમતી વખતે આ અકસ્માત (Accident)  સર્જાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, ગર્ભગૃહમાં લાગેલી આગ (Fire) ના કારણે 10 થી વધુ લોકો દાઝી (Burn) ગયા છે. સુત્રોની માનીએ તો હોળીના તહેવાર (Holi Festival) ને કારણે મંદિરમાં ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. જે લોકો આ દુર્ઘટનામાં દાઝી ગયા છે તે તમામની ઉજ્જૈન (Ujjains) ની જિલ્લા હોસ્પિટલ (Hospital) માં સારવાર ચાલી રહી છે.

Advertisement

મહાકાલ મંદિરમાં આરતી દરમિયાન ગુલાલ ઉડાડવામાં આવ્યો...

જ્યારે આગ લાગી ત્યારે ઉજ્જૈનના મહાકાલ મંદિર (Ujjains Mahakal Temple) માં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ આગ લાગવા પાછળનું કારણ આરતી દરમિયાન ગુલાલ ઉડાવવામાં આવ્યો હતો તે કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ પૂજારી સંજીવ પર ગુલાલ ઉડાડ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. ગર્ભગૃહમાં ચાંદીના અસ્તરને રંગથી બચાવવા માટે શણ લગાવવામાં આવ્યું હતું. જેના કારણે પણ આગ લાગી હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ, કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.

  • ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દુર્ઘટના
  • ભસ્મ આરતી દરમિયાન આગ લાગી
  • મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝ્યા
  • દાઝેલા તમામને હોસ્પિટલમાં ખસેડાયા
  • કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા

Advertisement

CM મોહનનો પુત્ર અને પુત્રી પણ હાજર હતા

સારી વાત એ છે કે આ અકસ્માતમાં CM મોહન યાદવના પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો. તે ઘટના સ્થળેથી થોડે દૂર હાજર હતો. આ અકસ્માતમાં મહાકાલ મંદિરમાં ભસ્મરતીના મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા, ચિંતામન ગેહલોત સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

ઘટનાની તપાસ કરવામાં આવશે

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યારે પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Fire In Train : મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં લાગી આગ, Video Viral…

આ પણ વાંચો - Chemical Factory Fire : જયપુરની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, 6 લોકો થયા ભડથું

Tags :
Advertisement

.