Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાકાલેશ્વર મંદિર આ પાંચ કારણોથી છે ખાસ, જે દરેક શિવભક્તને ખેંચી લાવે છે આ ધાર્મિક નગરીમાં

ભગવાન શિવને સમર્પિત મહાકાલ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આદર અને આસ્થાથી ભરેલી આ જગ્યાને શિવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વર્ષભર ભક્તોની ભારે ભીડ રહે છે, દુનિયાભરમાંથી લોકો અહીં જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મહાકાલેશ્વર શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. અહીં આવનારા ભક્તોને દક્ષિણ મુખી
મહાકાલેશ્વર મંદિર આ પાંચ કારણોથી છે ખાસ  જે દરેક શિવભક્તને ખેંચી લાવે છે આ ધાર્મિક નગરીમાં
ભગવાન શિવને સમર્પિત મહાકાલ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આદર અને આસ્થાથી ભરેલી આ જગ્યાને શિવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વર્ષભર ભક્તોની ભારે ભીડ રહે છે, દુનિયાભરમાંથી લોકો અહીં જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મહાકાલેશ્વર શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. અહીં આવનારા ભક્તોને દક્ષિણ મુખી જ્યોતિર્લિંગના દર્શન થાય છે. આવો અમે તમને મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી માહિતી જણાવીએ.
1. મહાકાલેશ્વરનો કુંડ દરેક પાપને ધોવે છે 
મહાકાલેશ્વર મંદિર વિશેષ રીતે 3 ભાગોમાં વહેંચાયેલું છે. મહાકાલ જ્યોતિર્લિંગ સૌથી નીચેના ભાગમાં સ્થાપિત છે. અહીં શિવ પરિવારની મૂર્તિઓ છે. તેના ઉપરના ભાગમાં ઓમકારેશ્વર મંદિર છે અને તેના ઉપરના ભાગમાં નાગ ચંદ્રેશ્વર મંદિર છે. અહીં એક કુંડ પણ છે, જેના વિશે કહેવાય છે કે આ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે. પ્રાચીન સમયથી ઉજ્જૈનને ધાર્મિક નગરીનું બિરુદ મળ્યું છે. અહીં આવનારા દરેક લોકોને આ નગરી પોતાના બનાવી લે છે.

2. ભગવાન મહાકાલની ભસ્મ આરતી 
ભગવાન મહાકાલની ભસ્મ આરતી જોવાની સુવર્ણ તક માત્ર ઉજ્જૈનમાં જ મળે છે. એવું માનવામાં આવે છે કે આ આરતીમાં હાજરી આપનારના તમામ દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે. દરરોજ સવારે ભસ્મ આરતી અને મહાકાલ શ્રૃંગાર કરવામાં આવે છે. મહાકાલના દર્શનની સાથે તેમની ભસ્મ આરતી પણ જોવી જોઈએ. આવી આરતી જોવાની તક તમને માત્ર ઉજ્જૈનમાં જ મળશે. આરતીમાં હાજરી આપવા માટે તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. બુકિંગ માટે તમે મંદિરની વેબસાઈટ પર જઈ શકો છો. જો કે ભસ્મ આરતીનું બુકિંગ મંદિરના ટિકિટ કાઉન્ટર પરથી પણ થઈ શકે છે, પરંતુ ત્યાં લાંબી લાઈન લાગી શકે છે. આ માટે તમારી પાસે તમારું આઈડી પ્રૂફ હોવું જરૂરી છે.

3. મંદિરમાં મહિલાઓ અને પુરુષો માટે આ ખાસ નિયમો છે
મહાકાલેશ્વર મંદિરના નિયમો અનુસાર મહિલાઓ ભસ્મ આરતી જોઈ શકતી નથી. જો તેઓ આ આરતીમાં સામેલ થાય તો તેમણે ઘુંઘટ ઓઢેલો રાખવો પડે છે. ભસ્મ આરતી પહેલા અહીં શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવે છે. અહીં તમે ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ડ્રેસ પહેરી શકો છો, પરંતુ જો તમારે જલાભિષેક કરવો હોય તો તેના માટે પુરૂષોએ માત્ર ધોતી પહેરવી પડશે અને મહિલાઓએ માત્ર સાડી પહેરવી પડશે. અન્ય પ્રકારનાં કપડાં પહેરીને જલાભિષેક કરવાની છૂટ નથી.
4. આ મંદિરમાં તમને દિવ્યતાનો અનુભવ થશે
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર ઉપરાંત હર સિદ્ધિ મંદિર, રામઘાટ, શ્રી રામ-જાનકી મંદિર, સાંદીપનિ આશ્રમ, ગડકાલિકા મંદિર અને મંગલનાથ મંદિર આવેલા છે. તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો તમે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગો છો, તો તેના માટે તમારે ઉજ્જૈનથી ત્રણ કલાકનું અંતર કાપવું પડશે.
5. ફરાળી આહાર મળશે 
ઉજ્જૈન એવું શહેર છે જ્યાં તમને સ્ટ્રીટ ફૂડમાં પણ ફરાળી ફૂડ મળી રહેશે. અહીંના દરેક રસ્તા પર તમને વધુ ફરાળ વેચતી દુકાનો જોવા મળશે. આ એટલા માટે છે કારણ કે અહીં આવનારા મોટાભાગના લોકો આધ્યાત્મિક યાત્રા માટે આવે છે અને આમાંના અનેક લોકો ઉપવાસી હોય છે. આ લોકો ઓમકારેશ્વર અથવા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં જળ ચઢાવ્યા પછી જ કંઈક ખાય છે. જેને લીધે અહીં સ્ટ્રીટ ફૂડમાં મોટાભાગે ફરાળ મળે છે, આમાં તમને  સાબુદાણાની ખીચડી, બટાકાની ભાજી, સાબુદાણાની વેફર વગેરે મળી રહેશે.
Advertisement
Tags :
Advertisement

.