Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WhatsApp લાવ્યું નવું ફીચર, હવે ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા Video Calls નો માણી શકશો આનંદ

WhatsApp માં આવ્યું નવું લો-લાઇટ મોડ અંધારામાં પણ સ્પષ્ટ વાતચીતનો અનુભવ વીડિયો કૉલ્સની ગુણવત્તામાં સુધારો WhatsApp, જે વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ (most popular messaging platform) છે, તે સતત નવા ફીચર્સ (New Features) સાથે યુઝર્સ માટે સેવા વધુ સુવિધાજનક...
whatsapp લાવ્યું નવું ફીચર  હવે ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા video calls નો માણી શકશો આનંદ
  • WhatsApp માં આવ્યું નવું લો-લાઇટ મોડ
  • અંધારામાં પણ સ્પષ્ટ વાતચીતનો અનુભવ
  • વીડિયો કૉલ્સની ગુણવત્તામાં સુધારો

WhatsApp, જે વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ (most popular messaging platform) છે, તે સતત નવા ફીચર્સ (New Features) સાથે યુઝર્સ માટે સેવા વધુ સુવિધાજનક બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં, WhatsApp એ એક નવું ફીચર રજૂ કર્યું છે જે યુઝર્સને ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો કૉલ્સ કરવાની સુવિધા આપે છે. આ ફીચર ખાસ કરીને તેમના માટે ઉપયોગી છે, જેમને અંધારામાં અથવા ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં પણ વાપરવાનું સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Advertisement

લો-લાઇટ મોડ શું છે?

લો-લાઇટ મોડ એ WhatsApp માં ઉમેરવામાં આવેલું એક ખાસ ફીચર છે, જે videocall દરમિયાન ઓછા પ્રકાશની પરિસ્થિતિમાં પણ તમારો ચહેરો વધુ સ્પષ્ટ બતાવે છે. આ મોડ તમારા ફોનના કેમેરામાંથી આવતા વીડિયો સિગ્નલને એડજસ્ટ કરે છે, જેનાથી સ્ક્રીન પરનો પ્રકાશ વધે છે અને તમારો ચહેરો વધુ તેજસ્વી દેખાય છે. આ ફીચરનો લાભ એ છે કે, ઓછી લાઈટ હોવા છતાં, વીડિયો કૉલની ગુણવત્તા સુધરે છે અને યુઝર્સને વધુ સ્પષ્ટતા સાથે વાતચીત કરવાની તક મળે છે.

લો-લાઇટ મોડને કેવી રીતે સક્રિય કરવો?

  • લો-લાઇટ મોડ સક્રિય કરવો ખૂબ સરળ છે. તેના માટે, નીચે આપેલા પગલાઓનું પાલન કરવું જરૂરી છે:
  • WhatsApp ખોલો: તમારા ફોન પર WhatsAppને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરો અને તેને ખોલો.
  • વીડિયો કૉલ કરો: કોઈપણ સંપર્ક પસંદ કરો અને વીડિયો કૉલ કરો.
  • સેટિંગ્સ આઇકન શોધો: તમે વીડિયો કૉલ દરમિયાન સ્ક્રીન પર સેટિંગ્સ આઇકન જોશો. આ આઇકન પર ટેપ કરો.
  • લો-લાઇટ મોડને અનેબલ કરો: સેટિંગ્સમાં તમને લો-લાઇટ મોડનો વિકલ્પ મળશે. આ વિકલ્પને અનેબલ કરો.

લો-લાઇટ મોડના ફાયદા

નવી લો-લાઇટ મોડ સાથે, ઓછા પ્રકાશમાં પણ તમારા વીડિયો કૉલ્સની ગુણવત્તામાં સુધારો થશે. આ સિવાય તમારો ચહેરો વીડિયો કૉલમાં વધુ સ્પષ્ટ દેખાશે. તે સ્પષ્ટ છે કે આના કારણે તમારો વીડિયો કૉલિંગનો અનુભવ ઘણો બહેતર બનશે અને તમારે ઓછા પ્રકાશની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, જો તમને સારી કૉલ ક્વૉલિટી જોઈતી હોય, તો વીડિયો કૉલ દરમિયાન તમારા ફોનને સ્થિર રાખો. આમ કરવાથી તમારા વીડિયો કોલની ગુણવત્તા સુધરશે. આ સિવાય સારા ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરવો અને ફોનને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ રાખવો પણ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો:  ફોન, લેપટોપ્સ યુઝર્સ પર તોળાઈ રહ્યું છે જોખમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી

Advertisement
Tags :
Advertisement

.