Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nasa-Nokia આવ્યા એકસાથે, અંતરિક્ષમાં મળશે 4G Network ની સુવિધા

અવકાશયાત્રી માટે ચંદ્ર પર 4G Network ની સુવિધા Real Time HD Video ને ધરતી સુધી મોકલી શકેશે ચંદ્ર પર 4G નેટવર્ક માટે LTE બેઝ સ્ટેશનની જરૂર પડશે Nasa-Nokia Joined Hands : એક સમયે મોબાઈલની દુનિયામાં એકછત્ર રાજ કરનારી કંપની...
nasa nokia આવ્યા એકસાથે  અંતરિક્ષમાં મળશે 4g network ની સુવિધા
  • અવકાશયાત્રી માટે ચંદ્ર પર 4G Network ની સુવિધા

  • Real Time HD Video ને ધરતી સુધી મોકલી શકેશે

  • ચંદ્ર પર 4G નેટવર્ક માટે LTE બેઝ સ્ટેશનની જરૂર પડશે

Nasa-Nokia Joined Hands : એક સમયે મોબાઈલની દુનિયામાં એકછત્ર રાજ કરનારી કંપની Nokia હતી. જોકે આ આધુનિક જમાના અનેક મોબાઈલ કંપનીઓ કંપની સ્માર્ટફોનનું નિર્માણ કરી રહી છે. તેના કારણે Nokia ના ફોન માર્કેટમાં ના બરાબર જોવા મળે છે. પરંતુ ફરી એકવાર Nokia પોતાની સલતન સ્થાપિત કરવા માટે આવી રહ્યું છે. કારણ કે... Nasa અને Nokia બંને હાથ મળાવ્યા છે. તે ઉપરાંત આ વખતે Nokia પોતાની સલતનની શરૂઆત Galaxy થી કરવા જઈ રહી છે.

Advertisement

અવકાશયાત્રી માટે ચંદ્ર પર 4G Network ની સુવિધા

આવનારા દિવસોમાં અવકાશયાત્રીઓ માટે ચંદ્ર પર 4G Network ની સુવિધાઓ પૂરી પાડશે. Nokia દ્વારા આપવામાં આવતા internet ના માધ્યથી અવકાશયાત્રીઓ ચંદ્રથી એકબીજા સાથે અને ધરતી પર કંટ્રોલર્સ અને પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકશે. ત્યારે Nokia એ Nasa સાથે મળીને અવકાશયાત્રીના આવનારા સમયમાં જે Space suit તૈયાર કરવામાં આવશે, તેમાં 4G LITE સુવિધા માટે Axiom Space સાથે ભાગીદારી કરી છે. તો આ Space suit ને Axiom Space કંપનીએ પ્રાડા સાથે મળીને બનાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: ધરતી પર મહિલાનું એકછત્ર થશે રાજ, ડાયનાસોરની જેમ પુરુષો થશે લુપ્ત!

Real Time HD Video ને ધરતી સુધી મોકલી શકશે

આ Space suit ને નાસાના Artemis-3 Mission માં જતા અવકાશયાત્રીઓ પહેરશે. તે ઉપરાંત આ આધુનિક Space suit ના માધ્યમથી તેઓ Real Time HD Video ને ધરતી સુધી મોકલી શકશે. તે ઉપરાંત Space suit ની મદદથી વાર્તાલાપ અને માહિતી સરળ રીતે આપ-લે કરવામાં સહાયતા મળી રહેશે. આ Space suit એ અવકાશયાત્રીઓની મુસાફરીમાં ઘણા ફાયદાકારક સાબિત થશે. ત્યારે Nokia અને Nasa એ નક્કી કર્યું છે કે, Artemis-3 Mission માં જતા અવકાશયાત્રીઓને ઈન્ટરનેટની સુવિધા આપવામા આવશે.

Advertisement

ચંદ્ર પર 4G નેટવર્ક માટે LTE બેઝ સ્ટેશનની જરૂર પડશે

જોકે છેલ્લા 50 વર્ષોમાં આ પહેલીવાર હશે કે, અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર હલનચલન કરી શકશે. જો આ અભિયાન ચંદ્ર પર સફળ રહ્યું તો, અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવેલા Space suit સાથે અવકાશયાત્રીઓને મંગળ ઉપર પણ મોકલવામાં આવશે. ચંદ્ર પર 4G નેટવર્ક માટે એક LTE બેઝ સ્ટેશનની જરૂર પડશે, જે Artemis Landing Module પર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ 2022 માં નાસાના ટિપિંગ પોઈન્ટ પ્રોગ્રામના ભાગરૂપે આપવામાં આવ્યો હતો. તેનો હેતુ નવી સ્પેસ ટેક્નોલોજીને વેગ આપવાનો છે.

આ પણ વાંચો: ભારત અને અમેરિકા પહેલા ચીને ચંદ્ર પણ શોધી પાડ્યું પાણી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.