ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જલ્દી જ થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

Bajaj Scooter : આજથી 25 વર્ષ પહેલા ભારતના મોટાભાગના રસ્તા ઉપર એક વાહન સૌથી વધુ દોડતું જોવા મળતું હતું અને તે છે Bajaj Scooter. તે સમય એવો હતો કે બજાજ સ્કૂટર (Bajaj Scooter) જેની પાસે હોય તે પૈસાવાળા ગણાતા હતા....
12:49 PM Apr 27, 2024 IST | Hardik Shah
Bajaj Scooter

Bajaj Scooter : આજથી 25 વર્ષ પહેલા ભારતના મોટાભાગના રસ્તા ઉપર એક વાહન સૌથી વધુ દોડતું જોવા મળતું હતું અને તે છે Bajaj Scooter. તે સમય એવો હતો કે બજાજ સ્કૂટર (Bajaj Scooter) જેની પાસે હોય તે પૈસાવાળા ગણાતા હતા. બદલાતા સમયની સાથે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) પર લોકો મૂવ થઇ રહ્યા છે. તાજેતરમાં Ola નું સ્કૂટર માર્કેટમાં ખૂબ ચાલે છે. જોકે, બજાજ કંપની (Bajaj Company) અન્ય ઓટો કંપનીના માર્કેટને તોડવા માટે એક નવા અવતાર સાથે માર્કેટમાં આવી રહ્યું છે. જીહા, OLA ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) ને ટક્કર આપવા માટે, બજાજ ઓટો હવે આવતા મહિને તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની હાલના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર (Chetak Electric Scooter) નું સસ્તું વેરિઅન્ટ ઓફર કરશે.

કેટલી હશે કિંમત ?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહેલો હોવાના કારણે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. જેમા હવે દેશની સૌથી જુની કંપની બજાજ પણ મેદાનમાં આવી રહી છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપવા માટે, બજાજ ઓટો હવે આવતા મહિને તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની હાલના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું સસ્તું વેરિઅન્ટ ઓફર કરશે. જણાવી દઇએ કે, ખર્ચને નિયંત્રિત કરવા માટે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ડિઝાઇનની દ્રષ્ટિએ, આગામી બજાજ ચેતકની બોડી પેનલ હાલના મોડલ જેવી જ છે અને તે વાદળી રંગમાં જોવા મળે છે. તેમાં કેટલીક સુવિધાઓનો અભાવ પણ હોઈ શકે છે. એટલું જ નહીં નવા મોડલની ડિઝાઈનમાં પણ થોડો તફાવત હોઈ શકે છે. વાસ્તવમાં, બજાજ ઓટો ઓછા બજેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરીને માર્કેટમાં તેની પકડ મજબૂત કરવા માંગે છે. અહેવાલો અનુસાર, બજાજ ઓટોના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હોઈ શકે છે. હાલમાં, બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.23 લાખ રૂપિયાથી 1.47 લાખ રૂપિયા સુધીની છે. નવી ઇલેક્ટ્રિક ચેતક સીધી TVS iQube, Ola S1X અને નવી Ather Rizzta સાથે સ્પર્ધા કરશે. Ola ઈલેક્ટ્રિક સ્કૂટરનું સૌથી સસ્તું સ્કૂટર 70 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.

ઓછી કિંમત પરંતુ મહાન શ્રેણી

ભારતીય ઈલેક્ટ્રિક વાહનો માટે બનાવવામાં આવેલી પોલિસીમાં ફેરફાર બાદ હવે આ વાહનોની કિંમતો પહેલાની સરખામણીમાં વધી ગઈ છે. જેની સીધી અસર તેમના વેચાણ પર પણ પડી રહી છે. આ જ કારણ છે કે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ હવે સરકારી સબસિડીમાં કાપ છતાં તેના ઇલેક્ટ્રિક વાહનોના વેચાણની ગતિ જાળવી રાખવા માટે પોસાય તેવા ભાવ સાથે સ્કૂટર રજૂ કરવા જઈ રહી છે. આ પગલા હેઠળ, બજાજ ઓટો તેની ચેતક બ્રાન્ડ હેઠળ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરશે. આ ઉપરાંત, કંપની ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં તેના બજારને મજબૂત કરવા માટે તેના રિટેલ માર્કેટને પહેલા કરતા ત્રણ ગણું વધારવાની યોજના બનાવી રહી છે. આ કંપનીએ 4 વર્ષ પહેલા ઈલેક્ટ્રિક સેગમેન્ટ સાથે માર્કેટમાં પોતાની ઓળખ બનાવી હતી. આ સાથે સફળતાપૂર્વક વેચાણનો રેકોર્ડ બનાવતા, બજાજ ઓટોએ વર્તમાન નાણાકીય વર્ષ 24માં ચેતકના 1,06,431 ઈ-સ્કૂટર્સનું વેચાણ કર્યું છે. બજાજ ઓટોના આવનારા ઈલેક્ટ્રિક સ્કૂટરને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે. નવા સ્કૂટરની કિંમતમાં ઘટાડો થઈ શકે છે પરંતુ તેની રેન્જ યોગ્ય હોવાની અપેક્ષા છે. બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, નવી એન્ટ્રી-લેવલ ચેતક હબ મોટર અને નાના બેટરી પેક સાથે ખર્ચને નિયંત્રણમાં રાખવા માટે આવી શકે છે, જે ઉત્પાદકને કિંમત નિર્ધારિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો - OLA Solo : આ મજાક નથી, ડ્રાઈવર વિના ચાલશે આ સ્કૂટર, જુઓ Video

આ પણ વાંચો - મારુતી સુઝુકીની બાદશાહત ખતમ, TATA Punch ગાડીએ તમામ ગાડીઓને ફિક્કી પાડી

Tags :
2024Affordable electric scooterbajaj Affordable electric scooterBajaj AutoBajaj Electric ScooterBajaj Electric Scooter SegmentBajaj Scootercheapest electric scooterChetakE-Scooters Of Chetakelectricelectric scooterfeaturesFY 24increasedLaunchingNEWOla Electric ScooterPricesalesscooter
Next Article