Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધરતી પર પરત ફરવાની આશા વચ્ચે અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સની તબિયત લથડી

સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી લડી રહી Elon Musk ના SpaceX ની મદદ લેવામાં આવશે માનસિક સ્વાસ્થ્ય પર પણ ભારે એકલતાની અસર Sunita Williams news update: નાસાએ સુનિતા વિલિયમ્સ સાથે Boeing Starliner સ્પેસ સ્ટેશનમાં બુચ વિલ્મોર સાથે અવકાશ યાત્રા...
06:57 PM Aug 17, 2024 IST | Aviraj Bagda
NASA's Sunita Williams is reportedly facing health issues as Boeing struggles with backlash

Sunita Williams news update: નાસાએ સુનિતા વિલિયમ્સ સાથે Boeing Starliner સ્પેસ સ્ટેશનમાં બુચ વિલ્મોર સાથે અવકાશ યાત્રા માટે 8 દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતાં. પરંતુ બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. અને સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેના સાથીદારો ક્યારે સુરક્ષિત રીતે ભારતમાં પરત ફરશે, તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી. જોકે નાસાએ જણાવ્યું છે કે, ભારત પરત ફરવામાં થોડા વિલંબ થઈ શકે છે.

સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી લડી રહી

ત્યારે આ બધાની વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર આપણી સામે આવ્યા છે. અંતરિક્ષમાં ગગનયાનમાં બેઠેલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ની આંખોમાં કંઈક તકલીફ આવી રહી છે. તેના કારણે તેમને ગગનયાનની બહાર જોવામાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે આ મામલે નાસાએ પણ એક નિવેદન જાહેર કર્યું છે. જોકે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) હાલમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માં વહન કરી રહ્યા છે. ત્યારે સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી લડી રહી છે.

આ પણ વાંચો: તૂફાનને કારણે સાગરમાં જોવા મળતી Jellyfish અંબરમાં નજરે આવી

Elon Musk ના SpaceX ની મદદ લેવામાં આવશે

ISS ના Boeing Starliner માં ખરાબી આવવાને કારણે અવકાશયાત્રીઓના પરત ફરવામાં વિલંબ થઈ રહ્યા છે. ત્યારે તેમને ભારત પરત લાવવા માટે Elon Musk ના SpaceX ની મદદ લેવામાં આવશે. જોકે તેને લઈ કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ જે 58 વર્ષની સુનિતા વિલિયમ્સની આંખોમાં જે ખરાબી આવી છે, તેની પાછળનું કારણે લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીમાં રહેવાથી આવી હશે. કારણે કે... સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ની ઉંમર વધુ છે.

માનસિક સ્વાસ્થ્ય પર પણ ભારે એકલતાની અસર

જોકે, એ વાતને નકારી શકાય નહીં કે અવકાશયાત્રીઓ અવકાશ મિશનમાં રેડિયેશન સંબંધિત જોખમોનો સામનો કરે છે. તેમના શરીર પર શૂન્ય ગુરુત્વાકર્ષણની અસર પણ જોવા મળે છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ ભારે એકલતાની અસર થાય છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે જૂન 2023 માં ISS માટે તેમની સફર શરૂ કરી હતી.

આ પણ વાંચો: Astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર

Tags :
astronaut healthBarry WilmoreBoeing StarlinerCommercial Crew Programcommercial spaceflightCST-100elon muskeyesight issuesGujarat FirstISSmicrogravityNasaSANSspace mission delaySpaceflight Associated Neuro-ocular Syndromespacesuit incompatibilitySpaceX crew dragonSunita WilliamsSunita Williams news updatetechnical issues
Next Article