ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISRO Recruitment: દેશના નવયુવાનો માટે અમૂલ્ય તક, ISRO એ બહાર પાડી ભરતી

ISRO Recruitment: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માં નોકરી મેળવવાનું દરેકનું સપનું હોય છે. ત્યારે આ વર્ષે ISRO દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારે ISRO માં નોકરી લેવા માટે ISRO હેઠળ કાર્યરત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) માં અરજી...
10:56 PM May 05, 2024 IST | Aviraj Bagda
ISRO Recruitment 2024

ISRO Recruitment: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માં નોકરી મેળવવાનું દરેકનું સપનું હોય છે. ત્યારે આ વર્ષે ISRO દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારે ISRO માં નોકરી લેવા માટે ISRO હેઠળ કાર્યરત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) માં અરજી કરવી પડશે. ISRO એ એપ્રેન્ટિસ ટ્રેઈનીની જગ્યાઓ પર ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.

ISRO એ આ ભરતીમાં ISRO ના વિવિધ વિભાગોમાં સ્નાતક અને ટેકનિશિયન ડિપ્લોમા ઉમેદવારોને નોકરી કરવાની તક આપી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 01 મેથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તા.8 મે છે. ISRO ની આ ભરતી હેઠળ કુલ 99 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ભરતીમાં અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી B.E./B.Tech ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ઇન કોમર્સ પ્રેક્ટિસ (DCP) હોવી આવશ્યક છે.

ISRO Recruitments

આ પણ વાંચો: આ કાળજાળ ગરમીમાં AC ની ઠંડી હવા મળશે સસ્તી, 71 હજારની કિમતનું AC મળશે ફક્ત 35 હજારમાં

પસંદગી પ્રક્રિયા પેનલ પરના ઉમેદવારોના રેન્કિંગ પર આધારિત રહેશે

ISRO ની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારોની પસંદગી ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ અને અનામત શ્રેણીઓ માટે યોગ્ય વેઇટેજના આધારે કરવામાં આવશે. વર્ષ 2023-24 માં એપ્રેન્ટિસશીપની જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયા પેનલ પરના ઉમેદવારોના રેન્કિંગ પર આધારિત રહેશે. જે ખાલી જગ્યાઓની ઉપલબ્ધતા અને પેનલની માન્યતાને આધીન રહેશે. જો તમે પણ ટેકનિકલ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે ઊંડો રસ ધરાવો છો, તો તમે ISRO ની સત્તાવાર વેબસાઇટ isro.gov.in પર અરજી કરી શકો છો.

આ પણ વાંચો: Google Photos નું આ નવું ફીચર બદલી દેશે તમારો App નો Experience, જાણો શું છે આ ફીચરમાં

Tags :
#galaxyGujaratGujarat FirstIndiaISROISRO RecruitmentISRO Recruitment 2024SpaceTechnology
Next Article