Telecom Company: ખાનગી ટેલીકોમ કંપની કિંમતમાં વધારો કરે છે, તો આ કંપની નજીવી કિંમતે સુવિધા આપી રહી
Telecom Company: Jio, Airtel અને Vi એ પોતાના Recharge Plans માં ફરી એકવાર કિંમતની અંદર વધારો કર્યો છે. આ 3 ખાનગી ટેલીકોમ કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સમાં ક્રમ અનુસાર કિંમતમાં વધારો કર્યો છે. આ ફેરફારને કારણે ઉપભોગકર્તાના બિલમાં મોટા પ્રમાણમાં વાધોર થશે. આ 3 કંપનીઓ તેના Recharge Plans માં આશરે દરેક 600 રૂપિયાનો વધારો કર્યો છે.
Recharge Plans માં એક પણ રુપિયાનો વધારો કર્યો નથી
Recharge Plans માં ઉપભોક્તાઓને 30 દિવસ સુધી સુવિધા મળે છે
BSNL ના વાર્ષિક પ્લાન્સ પણ જાહેર કરવામાં આવ્યા છે
જોકે હજુ સુધી એખ ટેલીકોમ કંપનીએ પોતાના Recharge Plans ની કિંમતમાં હજુ સુધી કોઈ વધારો કર્યો નથી. તે કંપનીનું નામ BSNL છે. સરકારી ટેલીકોમની કંપની હજુ પણ તેની જૂની કિંમતના આધારે ઉપભોક્તાઓને ફોનના Recharge કરી આપે છે. અત્યાર સુધી કંપનીએ Recharge Plans માં એક પણ રુપિયાનો વધારો કર્યો નથી. ત્યારે જો તમે પણ ઓછી કિંમતમાં વધુ સુવિધાવાળો Recharge Plans મેળવવા માગો છો, તો તમે BSNL માં 107 રુપિયાનો ટ્રાયલ પ્લાન મેળવી શકો છો.
After rate hikes by Jio and Airtel,
People have started looking at BSNL with hope.😅😂 pic.twitter.com/Wjk7VWhLIo— Avijeet |Content & Growth Consultant 🚀|UPSC Talk (@avijeet_writes) June 29, 2024
Recharge Plans માં ઉપભોક્તાઓને 30 દિવસ સુધી સુવિધા મળે છે
આ પ્લાનની મર્યાદા 35 દિવસની હોય છે. આ Recharge Plans માં 3GB ડેટા અને 200 ફી કોલિંગની સુવિધા મળે છે. ત્યાર બાદ BSNL માં તમને રુપિયા 147 નો પ્લાન મળે છે. આ Recharge Plans માં ઉપભોક્તાઓને 30 દિવસ સુધી સુવિધા મળે છે. તેની અંદર 10GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. તે ઉપરાંત કંપની 153 રુપિયાનો પણ Recharge Plans કરી આપે છે. તેની સમયમર્યાદા 26 દિવસ સુધી હોય છે. આ Recharge Plans માં ઉપભોક્તાઓને 26GB ડેટા અને 100 SMS સહિત અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.
BSNL ના વાર્ષિક પ્લાન્સ પણ જાહેર કરવામાં આવ્યા છે
જો ઉપભોક્તા લાંબા ગાળા સુધી Recharge Plans કરવાનું વિચારે છે. તો BSNL ના વાર્ષિક પ્લાન્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. BSNL કંપની 365 દિવસની માન્યતા અને 600GB ડેટા સાથે 1999 રૂપિયામાં અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMS ની સુવિધા આપે છે. જ્યારે 1198 રૂપિયાના પ્લાનમાં ઉપભોક્તાઓને 365 દિવસ માટે 36GB ડેટા અને 300 કૉલિંગ મિનિટ મળે છે.
આ પણ વાંચો: JIO નો ઝટકો, હવે રિચાર્જ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા