લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા યુવા વિધાર્થી અને યુનિવર્સિટીએ પોતાનો ફાળો આપ્યો
લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા તમામ પોતાનો ફાળો આપી રહ્યા છે.તેવામાં યુવા વિદ્યાર્થીઓએ પણ પોતાની ફરજ નીભાવવાની શરુઆત કરી છે.ચૂંટણીના માહોલમાં લેવાનારી પરીક્ષા લંબાવવાની રજૂઆત કરી છે.વિદ્યાર્થીઓની રજૂઆત અને ચૂંટણીના પર્વનું માન રાખી યુનિવર્સિટીએ રજૂઆત સ્વીકારી છે.વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવવા નિર્ણય કર્યો.હવે નવેમ્બરને બદલે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાશે.ચૂંટણીની
Advertisement
- લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા તમામ પોતાનો ફાળો આપી રહ્યા છે.
- તેવામાં યુવા વિદ્યાર્થીઓએ પણ પોતાની ફરજ નીભાવવાની શરુઆત કરી છે.
- ચૂંટણીના માહોલમાં લેવાનારી પરીક્ષા લંબાવવાની રજૂઆત કરી છે.
- વિદ્યાર્થીઓની રજૂઆત અને ચૂંટણીના પર્વનું માન રાખી યુનિવર્સિટીએ રજૂઆત સ્વીકારી છે.
- વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવવા નિર્ણય કર્યો.
- હવે નવેમ્બરને બદલે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાશે.
ચૂંટણીની જાહેરાત થતા જ વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) ની પરીક્ષાઓ લંબાવાઈ છે. હવે નર્મદ યુનિવર્સિટીની એલએલબી સેમેસ્ટર ૩ અને પાંચની પરીક્ષા ચૂંટણી પછી લેવા યુનિવર્સિટી તંત્રએ નિર્ણય કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ સંદર્ભે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. પરીક્ષા ચૂંટણી પછી લેવાની રજૂઆત બાદ યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવી દીધી છે.
જેને ધ્યાને રાખી એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર પરીક્ષા ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેવામાં આવશે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે યુનિવર્સિટી તંત્રએ નિર્ણય કર્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષા ૧૪મી નવેમ્બર, ૨૦૨૨થી ૧૮મી નવેમ્બર, ૨૦૨૨ સુધી લેવાવાની હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લંબાવવામાં આવી છે.
આ સંદર્ભે વિદ્યાર્થીઓએ કુલપતિ જોડે વાતચીત કરી હતી, ત્યારબાદ કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મતદાન જાગૃતિ અર્થે જવાના છે. આથી પરીક્ષા ચૂંટણી પછી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેને પગલે પરીક્ષા લંબાવવામાં આવે છે. એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર પરીક્ષા ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેવામાં આવશે.