Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો, વાંચો શું કહ્યું ?

આ વીડિયો સામે આવતા શાળા તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
surat   30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો  વાંચો શું કહ્યું
Advertisement
  1. Surat માં નબીરાનો સ્ટંટને લઇને શાળાનાં આચાર્યનો ખુલાસો
  2. શાળા તરફથી કોઇ કોનવોય લઇને આવવાની સૂચના નહોતી : આચાર્ય
  3. ફેરવેલમાં સ્પષ્ટ સૂચના હતી કે શાળામાં કાર લાવવા પર પ્રતિબંધ છે : આચાર્ય
  4. નિયમ ભંગ બદલ પોલીસ જે કાર્યવાહી કરે તે સ્વીકાર્ય છે : આચાર્ય

સુરતનાં (Surat) ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો સામે આવતા શાળા તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે હવે મામલે શાળાનાં આચાર્યએ ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો - Kheda : નડિયાદમાં અડધા કલાકમાં જ 3 નાં મોત, મોડી રાતે તપાસનો ધમધમાટ

Advertisement

વિદ્યાર્થીઓએ ખરેખર નિયમોનું ભંગ કરીને મોટી ભૂલ કરી છે : આચાર્ય

સુરતમાં (Surat) નબીરાનો સ્ટંટને લઇને શાળાનાં આચાર્ય વરદાન કાબરાએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, શાળા તરફથી કોઇ કોનવોય લઇને આવવાની સૂચના નહોતી. ફેરવેલમાં સ્પષ્ટ સૂચના હતી કે શાળામાં કાર લાવવા પર પ્રતિબંધ છે. આચાર્ય કહ્યું કે, વિધાર્થીઓએ RTO અને ટ્રાફિકનાં નિયમોનું ભંગ કર્યું છે. નિયમ ભંગ બદલ પોલીસ જે કાર્યવાહી કરે તે સ્વીકાર્ય છે. વિદ્યાર્થીઓએ ખરેખર નિયમોનું ભંગ કરીને મોટી ભૂલ કરી છે. આચાર્યે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસે (Surat Traffic Police) કોનવોયમાં રહેલા વિદ્યાર્થીઓની માહિતી માગી છે. શાળા વિદ્યાર્થીઓની લિસ્ટ તૈયાર કરીને પોલીસને સોંપશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર! દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ

30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરતો વીડિયો વાઇરલ

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરતા નજરે પડે છે. આ વીડિયો સુરતનાં ઓલપાડ (Olpad) તાલુકાનાં કુંકણી ગામ નજીક આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલનાં વિદ્યાર્થીઓનો હોવાનું ખુલ્યું હતું. ફાઉન્ટન હેડ સ્કૂલમાં (Fountain Head School) ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓે આ રીતે જાહેરમાં સીન-સપાટા કરી કાયદાનાં લીરેલીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સરકારી મંત્રીનાં કાફલામાં કાર ન હોય એટલી કારનાં કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતા પોલીસને આ બાબતની કોઈ જાણકારી નહોતી. બીજી તરફ વીડિયો વાઈરલ થતાં અગાઉ શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા હતા અને શાળા તરફથી બસ મોકલાઈ હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો - Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajkot : રાજગઢ-ખાંડાધાર રોડ પર ગોઝારો અકસ્માત, બે યુવાનના કમકમાટીભર્યા મોત

featured-img
અમદાવાદ

Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!

featured-img
વાયરલ & સોશિયલ

Bihar : બોયફ્રેન્ડ પ્રેમીકાને પિતાને મળવવા લઈ ગયો અને થઈ ગયો ખેલ!

featured-img
ગુજરાત

Gram Panchayat Election : મતદાન પહેલા અરવલ્લી-ભાવનગર જિલ્લામાં આ ગ્રા. પં. સમરસ બની

featured-img
Top News

Ahmedabad Rathyatra : 148મી રથયાત્રાને લઈ પોલીસની વિશેષ તૈયારીઓ, ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

featured-img
ક્રાઈમ

Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!

Trending News

.

×