Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત પોલીસની કામગીરી વચ્ચે વ્યાજખોરો બન્યા બેફામ, એક શખ્સને આપઘાત કરવા મજબુર કર્યો

વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યોસુરત પોલીસની કામગીરી વચ્ચે વ્યાજખોરો બન્યા બેફામ 42 વર્ષીય કમલેશ રાદડિયાએ આપઘાત કર્યોકતારગામ વિસ્તારનો બનાવસુરત પોલીસની કાર્યવાહી વચ્ચે પણ વ્યાજખોરો બેફામએકને આપઘાત કરવા મજબુર કર્યોહિરેન નામના વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હોય તે મળતા ન હતા13 લાખ વ્યાજે રૂપિયા આપવા માં મદદ કરનાર વ્યક્તિની અટકાયતવિજય અને અશ્વિન નામના વ્યક્તિની સંડોવણી હો
સુરત પોલીસની કામગીરી વચ્ચે વ્યાજખોરો બન્યા બેફામ  એક શખ્સને આપઘાત કરવા મજબુર કર્યો
Advertisement
  • વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો
  • સુરત પોલીસની કામગીરી વચ્ચે વ્યાજખોરો બન્યા બેફામ 
  • 42 વર્ષીય કમલેશ રાદડિયાએ આપઘાત કર્યો
  • કતારગામ વિસ્તારનો બનાવ
  • સુરત પોલીસની કાર્યવાહી વચ્ચે પણ વ્યાજખોરો બેફામ
  • એકને આપઘાત કરવા મજબુર કર્યો
  • હિરેન નામના વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હોય તે મળતા ન હતા
  • 13 લાખ વ્યાજે રૂપિયા આપવા માં મદદ કરનાર વ્યક્તિની અટકાયત
  • વિજય અને અશ્વિન નામના વ્યક્તિની સંડોવણી હોવાની વાત
  • સમગ્ર મામલે પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
સુરતમાં વ્યાજખોરો અને સોનીના દબાણથી કંટાળી રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે. તાત્કાલિક અસરથી સોનીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. 
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શન ખાતે રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા કતારગામ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરતા કમલેશ રાદડિયાએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને હિરેનને આપી હતી. ત્યારબાદ જુનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને કમાણી પણ કરીને આપતો ન હતો. જેનાથી કમલેશને મોટું નુકસાન થયું હતું.
આ મામલે જોઇન્ટ સીપી પ્રવીણ મલએ જણાવ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો અને તેની પાસેથી સોનુ લેવા માટે કહ્યું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તેવું હિરેને કહ્યું હતું, પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને હિરેન મૃતકને લાલચ આપી તેની પાસેથી થોડું સોનુ પણ લઈ ગયો હતો. બીજી બાજુ સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને પૈસા માટે દબાણ કરતો હતો. વધુમાં જોઈન્ટ સીપીએ કહ્યું હતું કે, મરનાર કમલેશ રાદડિયાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પોતાના સુસાઈડ નોટમાં કમલેશ રાદડિયાએ તેમના પર પૈસા માટે દબાણ કરાતું હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઇ છે. 
મહત્વની વાત છે કે કમલેશ રાદડિયાએ કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેની માહિતી હજુ સુધી પોલીસને પણ મળી નથી. આ ઉપરાંત કેટલા રૂપિયા વ્યાજ લીધા તે બાબતે પરિવારના સભ્યોને પણ કોઈ માહિતી નથી. તો બીજી તરફ વ્યાજખોરો અને સોની દ્વારા જે દબાણ કરવામાં આવતું હતું તેને લઈને મૃતક કમલેશ રાદડિયા દ્વારા પોલીસનો પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. સાથે જ ઘટના સ્થળે મળેલી સુસાઈટ નોટમાં વ્યાજખોર અને સોનીનો ઉલ્લેખ કરવાના પગલે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×