ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Surat News : પડતા પર પાટું...હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાયું 12 કરોડનું ઉઠમણું

સુરત હીરા ઉદ્યોગ (Surat diamond industry) પર અત્યારે મંદીનું ગ્રહણ લાગેલ છે. આ મંદી વચ્ચે સુરતમાં ડાયમંડ ટ્રેડરે 12 કરોડનું ઉઠમણું કર્યુ છે. સ્થાનિક હીરાના વેપારીઓમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. વાંચો વિગતવાર.
04:12 PM Apr 25, 2025 IST | Hardik Prajapati
સુરત હીરા ઉદ્યોગ (Surat diamond industry) પર અત્યારે મંદીનું ગ્રહણ લાગેલ છે. આ મંદી વચ્ચે સુરતમાં ડાયમંડ ટ્રેડરે 12 કરોડનું ઉઠમણું કર્યુ છે. સ્થાનિક હીરાના વેપારીઓમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Surat diamond industry Gujarat First

Surat News : અત્યારે સુરત હીરા ઉદ્યોગ (Surat diamond industry) મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ હીરા ઉદ્યોગને અત્યારે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. મંદીનો માર સહન કરતા હીરા ઉદ્યોગમાં 12 કરોડનું ઉઠમણું થયું છે. આ ઘટનાથી સુરતના હીરા વેપારીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ કરોડોમાં ઉઠમણાંના લીધે નાના વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સુરતના 90 ટકા વેપારીઓના નાણાં ફસાયા

Surat diamond industry માં 12 કરોડના ઉઠમણામાં સુરતના 90 ટકા વેપારીઓના નાણાં ફસાયા છે. મૂળ લેબગ્રોન ડાયમંડ (Lab-grown diamonds) ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓના નાણાં ફસાયા છે. નાણાં પરત નહીં આવે તેવી શક્યતાના પગલે વેપારીઓ ચિંતિત જણાઈ રહ્યા છે. 12 કરોડ ઉઠમણાંને પગલે સુરતના હીરા બજારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ  Surat: આતંકી હુમલામાં મૃતકોનાં બાળકોની જવાબદારી ઉઠાવશે સવાણી ગ્રુપ

કોણે ફુલેકુ ફેરવ્યું ?

4 વર્ષ અગાઉ મૂળ સૌરાષ્ટ્રના ચિરાગે હીરાના ટ્રેડિંગનો વેપાર શરૂ કર્યો હતો. આ ટ્રેડર મૂળ લેબગ્રોન ડાયમંડ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હતો. ચિરાગ પાતળી સાઈઝ ના લેબગ્રોન ડાયમંડનો મૂળ વેપાર સુરતથી કરતો હતો. ચિરાગે ઈરાદાપૂર્વક બજારમાંથી માલ લઈ ઉઠમણું કર્યાની હોવાનું હીરા ઉદ્યોગ અગ્રણીઓનું કહેવું છે. આ સમગ્ર મુદ્દે હીરાના વેપારી દિનેશ નાવડીયા (Dinesh Navadiya) એ જણાવ્યું છે કે, મૂળ લેબગ્રોન ડાયમંડ (Lab-grown diamonds) ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓના નાણાં ફસાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત હોય કે ગુજરાત હીરા ઉદ્યોગ વિશ્વાસ પર ચાલે છે, આ વિશ્વાસનો કેટલાક લેભાગુ વેપારીઓ ગેરલાભ ઉઠાવે છે. વિશ્વાસ ના કારણે હીરા ઉદ્યોગની પ્રગતિ થઈ છે પરંતુ ઉઠમણા જેવા બનાવોના કારણે હીરા ઉદ્યોગમાં અશ્વિવાસનું વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack: આતંકીઓએ કહ્યું મુસલમાન અને હિન્દુઓ અલગ થઈ જાઓ : શૈલેષ કળથિયાના પુત્ર

Tags :
12 crore money raiseChirag diamond traderDiamond recessiondiamond tradersDinesh NavadiyaGujarat FirstGUJARAT FIRST NEWSLab-grown diamondsMoney trapped in diamond tradeSurat diamond industrySurat Diamond Market