Surat : મુસાફરો માટે નવી ભેટ, કેન્દ્રીય મંત્રી C.R.Patil ના હસ્તે અંડરપાસનું ઉદ્ઘાટન
- સુરતવાસીઓને મળી વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ
- રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ કરાયો છે તૈયાર
- બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને મળશે રાહત
સુરતવાસીઓને વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ મળી છે. જેમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો છે. જેમાં બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને રાહત મળશે. બુડિયા ચોકડી નજીક આવેલી રામજી વાડી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રૂપિયા 40 કરોડના ખર્ચે વ્હિકલ અંડરપાસના લોકાર્પણ નિમિત્તે સીઆર પાટીલે સંબોધન કર્યું
રૂપિયા 40 કરોડના ખર્ચે વ્હિકલ અંડરપાસના લોકાર્પણ નિમિત્તે સીઆર પાટીલે સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે આજે બ્રિજના લોકાર્પણ પ્રસંગે 1967 યાદ આવ્યું છે. જે સમયે મારા પિતા સચિન GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. 58 વર્ષની યાદ આજે તાજી થઈ છે. સચિન એક નાનું ગામ જેમાં કાંઠા વિસ્તારના ગામોમાં ક્રિકેટ રમવા જતા હતા તે ગામોનો વિક્સ થશે તેવી કલ્પના ન હતી. આજે દેશનો વિકાસ થયો, તેમાં કોઈ કલ્પના અને સપનામાં પણ ન જોઈ શકે તેવું વાતાવરણ અહી દેશમાં છે. આજે 25 કિલોમીટરના અંતરમાં દેશના કોઈ પણ ખૂણામાં વિકાસના કામો જોવા મળશે. જેમાં અગાઉની રાજ્ય અને કેન્દ્ર સરકારમાં બ્રિજ તૂટી તો ન જાય એવી પહેલા શંકા થતી હતી. નીતિન ગડકરીના મંત્રાલય દ્વારા નિર્માણ કરવામાં આવેલ બ્રિજ કલ્પના બહારના છે. અંગ્રેજોના સમયમાં ડબલ ડેકર બ્રિજ જર્જરિત હતા, તે આજે નવનિર્મિત જોવા મળી રહ્યા છે.
તમામ જરૂરિયાત પૂરી કરવામાં લોકલ બોડી અને રાજ્ય સરકારે ઘણું કામ કર્યું
આજે ઇન્ડસ્ટ્રીઝના લોકોએ સહયોગ આપ્યો છે. તમામ જરૂરિયાત પૂરી કરવામાં લોકલ બોડી અને રાજ્ય સરકારે ઘણું કામ કર્યું છે. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે કોઈને ભય નથી. ઉમરગામ, વાપી અને વલસાડ સુધી ડીપસીની પાઇપ લાઇન નાખવાની કામગીરી થઇ છે. જે પાંચ હજાર કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે. નેશનલ હાઇવેની આજુબાજુના વિસ્તારોમાં ડેવલપ થયું છે. બ્રીજના કારણે આજે સગવડ ઊભી થઈ છે. આજે તેના કારણે સમયની બચત થશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા આ સુવિધાઓ મળી છે. જે સુવિધાઓનો ઉપયોગ આપણે સૌએ કરવો જોઈએ. આ ગામના કેટલાક એવા લોકો હશે જે પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. જે અકસ્માતોની ઘટના હવે ઘટશે.
27 હજાર ગામોમાં જળ સંચય બોર માટેના સ્ટ્રક્ચર ઊભા કરવા નક્કી થયું
જળ સંચય હેઠળ જિલ્લાના 27 હજાર ગામોમાં જળ સંચય બોર માટેના સ્ટ્રક્ચર ઊભા કરવા નક્કી થયું છે. જીયાવ બુડિયા ગામના લોકોને જળ સંચય ભાગીદારી હેઠળ ખેતરોમાં બોર કરવા આહવાન કર્યું છે. જળ છે તો કલ છે, મોદી સાહેબનો સંકલ્પ છે. ગામમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, તેના કારણે લોકોને અડચણ ઉભી થાય છે. પરંતુ જળ સંચય હેઠળ બોર કરી જમીનમાં પાણી ઉતારવામાં આવે તો પાણીની બચત થઈ શકે છે. દેશની નદીઓને સ્વચ્છ કરી અને ઊંડી કરી પાણીનો સંગ્રહ કરવો તે દિશામાં સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, તે બદલ નીતિન ગડકરી અને તેના અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચો: Rajasthan : પુત્રનું ઓપરેશન કરાવવા આવેલા પિતાની ડોક્ટરોએ ભૂલથી કરી નાખી સર્જરી!