ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Surat ક્રાઈમ બ્રાન્ચે રૂ.5 કરોડથી વધુની ઘરફોડ ચોરી કરનાર ગેંગનો કર્યો પર્દાફાશ

મહારાષ્ટ્ર ખાતે આવેલ જ્વેલર્સના શો-રૂમમાં થયેલી પાંચ કરોડથી વધુની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચકચારીત ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢયો
08:55 PM Dec 21, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
Surat Crime Branch @ Gujarat First

Maharashtraના થાણેમાં આવેલ જ્વેલર્સના શો-રૂમમાં પાંચ કરોડથી વધુની કિંમતના સોના-ચાંદીમાં ઘરેણાંની ઘરફોડ ચોરી કરનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. મૂળ રાજસ્થાનની આ ગેંગ પાસે રૂપિયા 29.15 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવી છે.

ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલી ગેંગ સુરત આવી છુપાઈ

શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરી જેવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમા રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. જેમા મહારાષ્ટ્ર ખાતે આવેલ જ્વેલર્સના શો-રૂમમાં થયેલી પાંચ કરોડથી વધુની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચકચારીત ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે. ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી રીઢા આરોપીઓની મૂળ રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી છે.જેમાં ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા છે અને અન્યની તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્ર ના થાણે ખાતે આવેલ રેલવે સ્ટેશન નજીક "મે વામન શંકર મરાઠે "નામના જ્વેલર્સના શો-રૂમમાં 20મી ડિસેમ્બરના રોજ પાંચ કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદીના ઘરેણાની ચોરી થઈ હતી. શો-રૂમનું આખેઆખું શટર ઊંચુ કરી તસ્કરોએ કરોડોની ઘરફોડ ચોરીની ઘટનામાં અંજામ આપ્યો હતો. જે ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલી ગેંગ સુરત આવી છુપાઈ છે.

મહારાષ્ટ્ર થાણે પોલીસ મથકમાં નોંધાયેલા કરોડોની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

માહિતી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સગરામપુરા, નાડીયાવાડ અને વરાછા વિસ્તારમાંથી ગેંગના તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓની તલાશી લેતા રૂપિયા 29.15 લાખની કિંમતના સોના અને ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા. જે સોના અને ચાંદીના ઘરેણા મહારાષ્ટ્ર થાણે વિસ્તારમાં આવેલ મેં વામન શંકર મરાઠે જ્વેલર્સના શો-રૂમમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.જ્યાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહારાષ્ટ્ર થાણે પોલીસ મથકમાં નોંધાયેલા કરોડોની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

આ પણ વાંચો: VADODARA : ખનીજચોરો સામેની કાર્યવાહીમાં "અસંતોષ" વ્યક્ત કરતા સાંસદ

ગેંગનો કબ્જો મહારાષ્ટ્રના થાણે પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી

સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલી ગેંગમાં નાગજીરામ પ્રતાપજી મેઘવાલ, લીલા રામ ઉર્ફે નિલેશ માલારામ મેઘવાલ, જેસા રામ ઉર્ફે દેવારામ કલ્બી, ચુનીલાલ ઉર્ફે સુમત શંકરલાલ પ્રજાપતિ અને ડિનારામ ઉર્ફે દિલીપ માલારામ મેઘવાલ નામના આરોપીઓ શામેલ છે.જે આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં આવેલ પોલીસ સ્ટેશનોમાં પણ ઘરફોડ ચોરીના અનેક ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે. જે ગુન્હામાં પણ અગાઉ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓ સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ગેંગને દબોચી પાડી હતી. જ્યાં હાલ ગેંગનો કબ્જો મહારાષ્ટ્રના થાણે પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ: રાકેશ ભ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: Gujarat: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

Tags :
BurglaryCrime BranchGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsSuratTop Gujarati News