ધો. 5 ના વિદ્યાર્થીએ Chaitar Vasava પર લખ્યો નિબંધ, MLA એ સો. મીડિયા પર કર્યો શેર, ઊઠ્યા અનેક સવાલ!
- ધો.5 ના વિદ્યાર્થીએ ચૈતર વસાવા (Chaitar Vasava) પર લખ્યો નિબંધ
- 'મારો પ્રિય નેતા' ના વિષય પર વિદ્યાર્થીએ લખ્યો નિબંધ
- ચૈતર વસાવાએ સ્કૂલ નોટબુકનો ઉઠાવ્યો લાભ!
- સ્કૂલનું સિક્રેટ પેપર ધારાસભ્ય સુધી કોણે કર્યું શેર ?
- વિદ્યાર્થીના લખાણવાળી ઉત્તરવહી આ રીતે સો. મીડિયામાં ઉછાળી શકાય?
Chaitar Vasava : જ્યારે ખુદનાં વખાણ જ ખોટા લાગવા લાગે ત્યારે સત્ય તરફ માર્ગ અપનાવવો જોઈએ. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાંથી જે તસવીર સામે આવી છે તે ઘણા સવાલો ઊભા કરે છે. ચૂંટણી વખતે ભીડ ભેગી કરતા નેતાઓને ચૂંટણી બાદ એક માસૂમ વિદ્યાર્થીનો સહારો લેવો પડે તે ચિત્ર જરાં વિચિત્ર લાગે છે. એવી એક ઘટના નર્મદા જિલ્લામાંથી સામે આવી છે.
આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ
ધો.5 નાં વિદ્યાર્થીએ ચૈતર વસાવા પર નિબંધ લખ્યો
વાત એમ છે કે, નર્મદા જિલ્લામાં (Narmada) ધો. 5 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 'મારો પ્રિય નેતા' વિષય પર ડેડીયાપાળાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પર નિબંધ લખ્યો હતો. જે વાત વર્ગખંડ સુધી તો સારી છે જો કે, વિદ્યાર્થીના મનની વાત આ પત્ર સ્વરૂપે ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચી તે સવાલ છે. આ પત્ર હાથમાં આવતા જ ચૈતર વસાવાએ વિદ્યાર્થીએ લખેલા શબ્દોને કોટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે અને વધારાના શબ્દો જેકેટમાં એડ કર્યા છે, જેમાં લખાયું છે કે, 'ડેડીયાપાડાની જનતાનાં દિલમાં એક જ નામ ચૈતર વસાવા... એક જ ચાલે ચૈતર વસાવા ચાલે...'
ChaitarV_Gujarat_first 2
આ પણ વાંચો - Kutch: અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી
ચૈતર વસાવાએ સ્કૂલ નોટબુકનો ઉઠાવ્યો લાભ ! થયા અનેક સવાલ
સૌથી મોટી વાત તો એ છે કે ધો.5 નો જે વિદ્યાર્થી હિન્દીમાં નિબંધ લખે છે તેના પર ગુજરાતી ભાષામાં વધારાનાં શબ્દો ખુદનાં વખાણ માટે એડ થાય છે, જે દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha Elections) મળેલી હારનો બોજ ચૈતર વસાવા (Chaitar Vasava) હજુ સુધી પચાવી નથી શક્યા અને જ્યાંથી મળે ત્યાંથી લોકપ્રિયતા તેઓ ભેગી કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે એક વિદ્યાર્થીનાં લખાણવાળી ઉત્તરવહી આવી રીતે સોશિયલ મીડિયામાં કેવી રીતે ઉછાળી શકાય ? આખરે શાળાની સિક્રેટ ઉત્તરવહી ધારાસભ્ય સુધી શેર કેવી રીતે થઈ ? જો એક નિબંધ શેર થતો હોય તો એની શું ગેરંટી કે કાલે કોઈ પ્રશ્વપત્ર પણ લીક ના થાય ?
આ પણ વાંચો - Gondal : રીબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બે કારખાનામાં લાખોની ચોરી કરનારા 3 ઝડપાયા