Delhi Assembly Election Result : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- 'દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું'
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજનાં દિવસને ઐતિહાસિક ગણાવ્યો (Delhi Assembly Election Result)
- દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું : હર્ષભાઈ સંઘવી
- "ડબલ એન્જિનની સરકાર લાવવા દિલ્હીનાં લોકોએ કર્યું મતદાન"
- દિલ્હીનાં લોકોને હવે ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે : હર્ષ સંઘવી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election Result) સત્તારૂઢ આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સમાચાર લખાય ત્યાં સુધી ભાજપ 46 બેઠક પર આગળ છે જ્યારે AAP પાર્ટી 24 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસની (Congress) વાત કરીએ તો એક સમયે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કહેવાતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ખાતું પણ ખોલી શકી નથી. ભાજપની જીત બાદ ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી કહ્યું કે, દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું. દિલ્હીનાં લોકોને હવે ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે.
આ પણ વાંચો - AAP ના અસ્ત પાછળના 6 મુખ્ય કારણ, અરવિંદ કેજરીવાલ અહીં ખાઇ ગયા થાપ
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજના દિવસને ઐતિહાસિક
ગણાવ્યો
- દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું: હર્ષભાઈ સંઘવી
- "ડબલ એન્જિનની સરકાર લાવવા દિલ્હીના લોકોએ કર્યું મતદાન"
- "દિલ્હીના લોકોને હવે ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે"
- "દિલ્હીના લોકોને હવે અનેક લાભો મળવા જઈ રહ્યા છે"… pic.twitter.com/fYcki24xQG— Gujarat First (@GujaratFirst) February 8, 2025
આજનો દિવસ ખુબ ખાસ છે. આજનો દિવસ ઐતિહાસિક છે : હર્ષ સંઘવી
માહિતી અનુસાર, સુરત (Surat) ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજનાં દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election Result) ભાજપની રેકોર્ડ જીત અંગે વાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આજનો દિવસ ખુબ ખાસ છે. આજનો દિવસ ઐતિહાસિક છે. દિલ્હીવાળાઓએ દેશનું દિલ જીતી લીધું છે. દિલ્હીવાળા લોકોનાં હૃદયમાં પણ પીએમ મોદી (PM Narendra Modi) છે. હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીનાં રાજ્યોમાં જ્યાં જુઓ ત્યાં 'મોદી મોદી' નાં નારા ગૂંજી ઊઠ્યા છે. ડબલ એન્જિનની સરકાર લાવવા માટે દિલ્હીનાં લોકોએ ઐતિહાસિક મતદાન કર્યું હતું.
આ પણ વાંચો - Delhi Elections 2025 : AAP નાં સૂપડા સાફ! કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેવા મોટા ચહેરાઓની કારમી હાર
दिल्ली के दिल में खिला कमल!#DelhiElection2025
— Harsh Sanghavi (@sanghaviharsh) February 8, 2025
'હવે દિલ્હીનાં લોકોને ડબલ એન્જિનની સરકાર મળશે'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આગળ કહ્યું કે, આવનારા દિવસોમાં દિલ્હીનાં લોકોને એવી સરકારથી મુક્તિ મળવાની છે જેને દેશની સેના, દેશનાં જવાનો પર સવાલો ઊઠાવ્યા હતા. દેશનાં લોકોની આસ્થા અને હ્રદય દુભાવવાનો પ્રયાસ કર્યા હતા. પરંતુ, હવે દિલ્હીનાં લોકોને ડબલ એન્જિનની સરકાર મળશે. દિલ્હીનાં લોકોને હવે અનેક લાભો મળવા જઈ રહ્યા છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી લખ્યું કે, દિલ્હીના દિલ માં ખીલ્યું કમળ!
આ પણ વાંચો - Major Upset: આપ અને અરવિંદ બંન્ને ડુબ્યા, નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલનો પરાજય