ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CM Bhupendra Patel એ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો

મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા
01:32 PM Apr 08, 2025 IST | SANJAY
featuredImage featuredImage
CMBhupendraPatel, Narmada, Pilgrims, Panch Koshi Parikrama, Gujarat Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા

માં નર્મદાના અવતરણ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાના કારણે ગુજરાતના કચ્છ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યુ છે અને નાગરિકોની તરસ છીપાવા સાથે પાણીની તંગી દૂર થઈ છે અને ગુજરાત હરિયાળું બન્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતેથી શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મંદિર પરિસર ખાતે દેશભરમાંથી આવેલાં વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

પવિત્ર માં નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લાં કેટલાંય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે

મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, પવિત્ર માં નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લાં કેટલાંય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે. પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા હતા.

પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો

પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આપકી આસ્થા હમારી વ્યવસ્થા”ના મંત્ર સાથે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે તેમ જણાવી પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની નેમ છે તેમ ઉમેર્યુ હતું. મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાર્થી ઋષિકેશ ઓઝા દ્વારા માં નર્મદાની પરિક્રમાનું મહત્વ દર્શાવતુ હિન્દી પુસ્તક મુખ્યમંત્રીને અર્પણ કરીને પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાની સરાહના કરી હતી.

સ્થાનિક અગ્રણીઓ-પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

રણછોડરાયજી મંદિર ખાતે સંવાદના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ શાલ અને માં નર્મદાની પ્રતિમા અર્પણ કર્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશ મેરજાએ મુખ્યમંત્રીને શ્રીફળ અને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીની આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી નિલકુમાર રાવ, મુખ્યમંત્રીના ઓએસડી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ-પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પણ વાંચો: Surat : સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.5 કરોડ પડાવ્યા

 

Tags :
CMBhupendraPatelGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsNarmadaPanch Koshi ParikramapilgrimsTop Gujarati News