Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો, ઉમરપાડા વાવાઝોડા સાથે વરસાદ,જુઓ video

સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા હાલમાં...
07:10 PM May 03, 2023 IST | Hiren Dave

સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/VID-20230503-WA0022.mp4

હાલમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે જાણે ચોમાસુ ચાલતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો 

સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કેવડી, ઉમરપાડા, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદ શરૂ થતાં નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા તેમજ વરસાદમાં ભીંજાયા હતા

ભર ઉનાળે જે હિસાબે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. માવઠા ને લઈને ખેડૂતોના પાકને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે તેમજ જે હિસાબે માવઠા પડી રહ્યા છે તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

 

આ પણ  વાંચો- લેઉવા પટેલ સમાજની 31 દિકરીઓનો સમૂહ લગ્ન યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ- ઉદય જાદવ,સુરત 

Tags :
Districtheavy rainSuratUmarpada talukWeather
Next Article