ઉદયપુરની ઘટના બાદ હવે સુરતના એક શખ્સને જાનથી મારી નાખવાની મળી ધમકી
ઉદયપુરમાં કન્હૈયાલાલની નિર્મમ હત્યા બાદ દેશમાં માહોલ ખરાબ થયો છે. લોકો પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સૌથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વળી હાલમાં એવા અહેવાલ મળી રહ્યા મુજબ, રાજ્યના સુરતમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. કહેવાય છે કે, આ શખ્સે કન્હૈયાલાલની હત્યાને લઇને સોશિયલ મીડિયામાં કોઇ પોસ્ટ લખી છે જેના પર તેની આ ધમકી મળી છે. ધમકી મળà
03:07 AM Jul 01, 2022 IST
|
Vipul Pandya
ઉદયપુરમાં કન્હૈયાલાલની નિર્મમ હત્યા બાદ દેશમાં માહોલ ખરાબ થયો છે. લોકો પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સૌથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વળી હાલમાં એવા અહેવાલ મળી રહ્યા મુજબ, રાજ્યના સુરતમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. કહેવાય છે કે, આ શખ્સે કન્હૈયાલાલની હત્યાને લઇને સોશિયલ મીડિયામાં કોઇ પોસ્ટ લખી છે જેના પર તેની આ ધમકી મળી છે.
ધમકી મળ્યા બાદ હવે આ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો છે અને આ મામલે FIR નોંધાવી છે. મળી રહેલી માહિતી અનુસાર, આરોપીએ સુરતના રહેવાસી યુવરાજ પોખરાણા નામના વ્યક્તિનું માથું કાપી નાખવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ પોખરાણા ખૂબ જ ડરી ગયા છે, અને જે કન્હૈયાલાલ સાથે થયું તેવું તેમની સાથે ન થાય તે માટે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાથી દુઃખી પોખરાણાનું કહેવું છે કે, તેના પૂર્વજો ઉદયપુરના રહેવાસી છે. પોખરાણાએ કહ્યું કે, તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોખરાણાએ કહ્યું કે, તેણે સુરત પોલીસનો સંપર્ક કર્યો છે અને FIR નોંધાવી છે. તેણે તેના પરિવાર માટે પોલીસ સુરક્ષા પણ માંગી છે. પોખરાણાએ દાવો કર્યો કે, 'મેં એક ટિપ્પણી કરી હતી કે કન્હૈયાલાલની એક ખાસ સમુદાયના લોકો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આનાથી તે સમુદાયના કેટલાક લોકો ગુસ્સે થયા અને તેઓએ મને મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ઉદયપુર શહેરના ધનમંડી વિસ્તારમાં ગ્રાહક તરીકે બે લોકોએ કન્હૈયાલાલનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ હત્યાનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઇસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે. બાદમાં બંને આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પહેલા કન્હૈયાને પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ કથિત રીતે 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં કથિત પોસ્ટ પછી ધમકીઓ મળી રહી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કન્હૈયાએ સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિત કન્હૈયાના પરિવારનો આરોપ છે કે પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો તેમને બચાવી શકાયા હોત.
Next Article