સગીર યુવતી સાથે લગ્નની લાલચે સબંધ બાંધનાર આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
સુરતની સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મના કેસમાં વધુ એક વખત દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉ ઓલપાડ વિસ્તારમાં નોંધાયેલા 16 વર્ષની તરુણી પર દુષ્કર્મના કેસમાં 28 વર્ષીય આરોપીને સુરત કોર્ટે 20 વર્ષની સખત કેદ ઉપરાંત 20,000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. શહેરમાં બની રહેલા દુષ્કર્મના કેસોને ધ્યાને લઇને સમાજમાં અને આ પ્રકારની ગુનાહિત માàª
06:58 AM May 31, 2022 IST
|
Vipul Pandya
સુરતની સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મના કેસમાં વધુ એક વખત દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉ ઓલપાડ વિસ્તારમાં નોંધાયેલા 16 વર્ષની તરુણી પર દુષ્કર્મના કેસમાં 28 વર્ષીય આરોપીને સુરત કોર્ટે 20 વર્ષની સખત કેદ ઉપરાંત 20,000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
શહેરમાં બની રહેલા દુષ્કર્મના કેસોને ધ્યાને લઇને સમાજમાં અને આ પ્રકારની ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓમાં ચોક્કસપણે એક દાખલો બેસાડવા માટે સુરત કોર્ટના સ્પેશિયલ પોક્સો કેસોની ખાસ અદાલતના એડિશનલ જજ દિલીપ મહિડા દ્વારા આ દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ 2020ની નવરાત્રિ દરમિયાન ઓલપાડ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય તરુણીને તેના જ ગામમાં રહેતા 28 વર્ષીય રોશન પટેલ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આ મિત્રતાને પરિણામે તેઓ વારંવાર મળતા હતા. આ તરુણી જ્યારે ટ્યુશન જતી ત્યારે રોશન પટેલ તેને લેવા મુકવા પણ આવતો હતો. એક વખત ટ્યુશન ક્લાસમાંથી તરુણીને લઈને રોશન પટેલ તેની કારમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તરુણીને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર આ પ્રકારે તેની કારમાં લઈ જઈને સંબંધો બાંધતો રહ્યો હતો.
આ દરમિયાન તરુણીને માસિક ના આવતા તેની માતાએ તેની પૂછપરછ કરી હતી અને સ્થાનિક ડૉક્ટર પાસે તપાસ કરાવી હતી. ડોક્ટરની તપાસમાં ખૂલ્યું હતું કે, તરુણીને ચાર માસનો ગર્ભ છે જે પછી તરૂણીની માતાએ તેની આકરી પૂછપરછ કરતા તરુણીએ સમગ્ર ઘટના તેની માતાને કહી હતી. તરુણીએ તેની માતાને એવું જણાવ્યું હતું કે, રોશન તેને ટ્યુશન ક્લાસ પર લેવા આવતો હતો અને તેની કારમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. રોશન અને તેની દીકરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ ગુજાર્યો હોવાની જાણ થતાં જ માતાએ વર્ષ 2021ના મે મહિનામાં રોશન વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં આ કેસમાં પ્રથમ તો કેસમાં ચેડાં કર્યા હોવાની કેફિયત રજૂ કરવામાં આવી હતી. તેમજ બચાવ પક્ષે દલીલો કરાઈ હતી કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી વધુ છે. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ કુલ 12 સાક્ષીઓ તથા 25 થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરી જણાવ્યું હતું કે, ભોગ બનનારની વય સગીર હોવાનું તથા તેના ગર્ભસ્થ શીશુનો બાયોલોજીકલ પિતા હાલના આરોપી હોવાનું સાબિત થયું છે. સમાજમાં હાલમાં આ પ્રકારે સગીર બાળાઓનો ગેરલાભ ઉઠાવીને આચરવામાં આવતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી આવા ગંભીર ગુનામાં આરોપીને મહત્તમ સજા કરીને યોગ્ય પાઠ મળે તે માટે કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા તથા દંડ કરવો જરૂરી છે.
તમામ સાક્ષીઓ તપાસ્યા બાદ કોર્ટે આરોપી રોશન પટેલને પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારને આરોપીએ ભરેલા દંડની રકમમાંથી રૂપિયા 25 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 1.50 લાખ મળીને કુલ 1.75 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
Next Article