Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો અભિગમ હાથ ધરાયો

સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન અમલમાં મુકાઈવાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયો નિર્ણય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે તેને ઇનામ આપવાનો કરાયો નિર્ણયરોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખનું રોકડ ઈનામ અને ટ્રોફી આપી સન્માન કરાશેલોકો લોહીલુહાણ હાલતમાં પડેલા ઘાયલની મદદ કરતા ખચકાતા હોય જેના કારણે ઘણીવાર તેનું સારવારના અભાવે મોત
વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો અભિગમ હાથ ધરાયો
  • સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન અમલમાં મુકાઈ
  • વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયો નિર્ણય 
  • ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે તેને ઇનામ આપવાનો કરાયો નિર્ણય
  • રોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખનું રોકડ ઈનામ અને ટ્રોફી આપી સન્માન કરાશે
  • લોકો લોહીલુહાણ હાલતમાં પડેલા ઘાયલની મદદ કરતા ખચકાતા હોય 
  • જેના કારણે ઘણીવાર તેનું સારવારના અભાવે મોત પણ થાય છે.
  • ટ્રાફિક પોલીસનો હેલ્પલાઈન વોટસએપ નં-74340-95555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે.
  • સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન અમલમાં મુકાઈ છે,જેને લઇ ટ્રાફિક શાખા ના અધિકારીઓ સાથે તબીબ અને સામન્ય લોકો પણ આવકારી સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે.
વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો અભિગમ હાથ ધરાયો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે તેને ઇનામ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખનું રોકડ ઈનામ અને ટ્રોફી આપી સન્માન કરાવાને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 
આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા સુરતમાં અવાર નવાર જાગૃતતાના કાર્યક્રમ કરવામાં આવે છે. જેને લઇ હાલ 35% જેટલી અકસ્માતની ઘટનામાં ઘટાડો થયો છે. પરંતુ હાલ સરકાર દ્વારા પણ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતે ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલમાં મુકાઈ છે, જોવા જઈએ તો ગોલ્ડન પીરીયડ એટલે કે અકસ્માત થયા ના એક કલાક માં કોઈ પણ સામાન્ય નાગરિક ગંભીર વ્યક્તિને તાત્કાલિક હોસ્પીટલ પહોંચાડવાના પ્રયત્ન કરે તો તેનાથી તેનો જીવ બચાવી શકાય મુત્યુ થતાં અટકાવી શકાય, એના માથે સરકાર દ્વારા રોડ અકસ્માતમાં ઘાયલ થનારાને જો કોઈ હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવશે તો એવા વ્યક્તિને સરકાર 1 લાખનું રોકડ ઈનામ આપશે તથા ટ્રોફી આપી સન્માન પણ કરશે.
પરિપત્ર અંગે ડીસીપી અમિતા વાનાણીએ પણ કહ્યું હતું કે, સામન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જીવલેણ અકસ્માતના ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પીટલ લઈ જાય અને ત્યાં ડોકટર દ્વારા આપેલા ફ્રોમની વિગતો ભરે અને એ સર્ટિ પોલીસ ખાતામાં મોક્લ્યા બાદ તમામની ખરાઈ કરી સેન્ટ્રલ વિભાગને મોકલ્યા બાદ ત્યાંથી પસંદગી કરી જે તે વ્યક્તિને ઇનામ મોકલવામાં આવે છે. સાથે પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે. જેના માટે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઈન નં-74340-95555 પર જારી કરવામાં આવ્યો છે.
સરકારના આ પરિપત્રને તબીબોએ પણ આવકાર્યું હતું. આ અંગે ડોકટર ઓમકાર ચોધરીએ જણાવ્યું હતું કે, પરિપત્ર મુજબ એક કલાકમાં કોઈ પણ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો ઇજાગ્રસ્તનો જીવ બચવાની શક્યતા રહે છે. પરંતુ લોકોમાં પોલીસ કેસનો ભય રહે છે, જેને લઈ મોટાભાગના અકસ્માતમાં લોકોના જીવ જાય છે. પરિપત્ર મુજબ ગંભીર હાલતવાળા દર્દી અથવા માથામાં ઈજા અથવા અંદરના ફેક્ચર જેને તાત્કાલિક લોહીની જરૂર હોય એવા વ્યક્તિના જીવ બચાવનારને ઇનામ માટે પસંદ કરાશે.
અકસ્માતના કેસમાં માનવતાના ઘોરણે ઊભા રહી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું એ આપણી નૈતિક ફરજ છે, એવું એક સામન્ય નાગરિકે પણ જણાવ્યું હતું પરંતુ ઘણા લોકો એવું માને છે પોલીસની ઝંઝટમાં શું કામ પડવું? આવું વિચારી લોહીલુહાણ હાલતમાં પડેલા ઘાયલને તેઓ તેની મદદ કરતા ખચકાતા હોય છે. પણ એવું ન કરવું જોઈએ અને એવા ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક મદદ કરવી જોઈએ. જોકે, સરકારે લોકોમાં જાગૃતિ આવે એ માટે ઇનામની જાહેરાત કરી છે. જોકે, આ પરિપત્ર ઇનામ લોકોને મદદ કરવા માટે આગળ વધારશે એવુ પણ થઈ શકે છે. સાથે જ જે પરિપત્ર બહાર પાડ્યું છે એ માટે સામન્ય નાગરિકો સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પરિપત્રની પ્રકિયા
  • સરકારની વિશેષ સમિતિ દ્વારા ટ્રાફિક પોલીસમાંથી મોકલેલી અરજીઓ પરથી પસંદગી પ્રક્રિયા કરશે, જેમ કે ડોકટર પાસેની વિગતો ખરાય કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપવા પડશે.
  • પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે.
  • રાજ્યની રોડ સેફટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચુકવણી માટે મોકલવાના રહેશે.
  • પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવણી કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.