Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું' લખી મહિલાનો આપઘાત

સુરતના પરવત ગામમાં મહિલાનો આપઘાતહાથ પર સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યોપતિના મારથી તંગ આવીને આપઘાત કર્યોલીંબાયત પોલીસે આરોપી પતિની ધરપકડ કરીહાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ લખી કર્યો આપઘાતપરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતા ચકચારપોલીસે દુષ્પ્રેરણા ગુનો નોંધી મહિલાના પતિની કરી ધરપકડસુરત (Surat)માં લિંબાયત વિસ્તારમાં એક મહિલાએ પોતાના જ ઘરમàª
09:35 AM Jan 26, 2023 IST | Vipul Pandya
  • સુરતના પરવત ગામમાં મહિલાનો આપઘાત
  • હાથ પર સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો
  • પતિના મારથી તંગ આવીને આપઘાત કર્યો
  • લીંબાયત પોલીસે આરોપી પતિની ધરપકડ કરી
  • હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ લખી કર્યો આપઘાત
  • પરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતા ચકચાર
  • પોલીસે દુષ્પ્રેરણા ગુનો નોંધી મહિલાના પતિની કરી ધરપકડ
સુરત (Surat)માં લિંબાયત વિસ્તારમાં એક મહિલાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કરી લેતા સમગ્ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ મહિલાએ પોતાના હાથ પર હિન્દી ભાષામાં  'પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું'. લખીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 

 મહિલાના 8 વર્ષ પહેલા લગ્ન થયા હતા
ગત 24 જાન્યુઆરીએ બનેલા આ બનાવની માહિતી મુજબ આ મહિલાનો પતિ રિક્ષાચાલક તરીકે કામ કરે છે. પત્નીએ રૂમની છતના હૂકમાંથી દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઝારખંડની રહેવાસી આ મહિલા તેના પતિ પ્રવીણ ગોસ્વામી સાથે સુરતના લિબાયતની ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રહે છે. તેમને બે બાળકો પણ છે. મહિલાના લગ્ન 8 વર્ષ પહેલા પતિ પ્રવિણ સાથે થયા હતા.

હાથ અને હથેળી પર સ્યુસાઇડ નોટ લખી
જ્યારે આસપાસના લોકોએ મહિલાને હૂક પર લટકતી જોઈ ત્યારે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જે બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મહિલાએ તેના હાથની હથેળી અને હાથ પર હિન્દી ભાષામાં લખ્યું છે મેરી કોઇ ગલતી નહી હે..મે જીના ચાહતી હું કે તેનો પતિ તેને ખૂબ પરેશાન કરે છે. પત્ની સીતા દ્વારા આપઘાત કર્યા પહેલા હિન્દી ભાષામાં હાથ પર સુસાઇડ નોટ લખી દીધી હતી. પત્નીએ હાથ પર લખ્યું હતું કે મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મેં જીના ચાહતી હું. ઇતની પરેશાની મેં કેસે જીયુગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી રોજ મારના પીટના નહીં સહ પા રહી હું. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઓર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હું. પોલીસે મહિલાની આત્મહત્યાનો કેસ નોંધીને હવે તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી. 
બંનેના લગ્ન 2014 માં થયા
મૂળ ઝારખંડના અને હાલ સુરતમાં રહેતા પ્રવીણ છોટી નાથ ગોસ્વામીના લગ્ન 2014માં મૃતક સીતાબેન સાથે થયા હતા લગ્નજીવનમાં સીતાબેન અને પ્રવીણને બે સંતાનો પ્રાપ્ત થયા હતા દંપતીને લગ્નજીવનમાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે મૃતક મહિલાનો પતિ પ્રવીણ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. બંનેના લગ્ન 2014 માં થયા જેના ત્રણ વર્ષ પછીથી જ પ્રવીણ સતત દહેજ માટે પોતાની પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. તેમજ વર્ષ ૨૦૧૮માં પતિએ પત્નીને ત્રાસ આપતા તેનો ભાઈ અને માતા ખબર અંતર પૂછવા સુરત આવ્યા હતા.જેમાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી તું તારા ભાઈ તેમજ માં ને કેમ અહીંયા બોલાવે છે તેમ કહી તેના ભાઈ સાથે મારામારી કરી સાળા અને સાસુને રાત્રીના સમયે ઘરમાંથી કાઢી મુક્યા હતા. પતિના વારંવારના આ પ્રકારના વર્તન અને ત્રાસના કારણે આખરે પત્ની કંટાળી ગઈ હતી. પતિ પ્રવીણ તેની પત્ની સામે શંકા વહેમ રાખી માર ઝૂડ પણ કરતો હતો ઉપરાંત શારીરિક માનસિક ત્રાસ આપતો જ રહ્યો હતો. જેને લઇ આખરે કંટાળીને પરણીતાએ ગત 24 જાન્યુઆરીના રોજ ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડાબા હાથ ઉપર પતિના ત્રાસ અંગેની સુસાઇડ નોટ પણ લખી હતી.
આ પણ વાંચો--સીદી સમાજના પ્રહરી હીરબાઇ લોધીને પદ્મશ્રી પુરસ્કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratFirstpolicesuicideSuratwoman
Next Article