IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી
- IPL 2025: રોમાંચક સિઝનની શરૂઆત 22 માર્ચથી
- વિરાટ કોહલીનો ધમાકો: બીજીવાર ઓરેન્જ કેપ વિજેતા
- હર્ષલ પટેલની કમાલ: ફરી પર્પલ કેપ પર કબજો
- KKR vs RCB: ઓપનિંગ મેચમાં ટક્કર કોને?
- IPL 2024: ટોપ રન-સ્કોરર્સ અને વિકેટ-ટેકર્સ
- IPLમાં કોણે કેટલાં રન બનાવ્યા? ટોપ 5 લિસ્ટ
- પર્પલ કેપ વિજેતાઓ: હર્ષલ પટેલ ફરી ટોચ પર
- ઓરેન્જ કેપ વિજેતાઓ: કોહલીનો રેકોર્ડબ્રેક શો
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સિઝનનો પ્રારંભ 22 માર્ચથી થવા જઈ રહ્યો છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહનું કારણ બની રહેશે. આ સિઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. 65 દિવસના સમયગાળામાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆત ભવ્ય રીતે થશે, જ્યાં પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઈડન ગાર્ડન્સના મેદાન પર ટકરાશે. આ બંને ટીમોની ગત સિઝનની સફળતા અને ખેલાડીઓના પ્રદર્શને ચાહકોમાં રોમાંચ વધારી દીધો છે.
IPL 2024ની યાદગાર સફળતાઓ
ગયા વર્ષે યોજાયેલી IPL 2024 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન સાથે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જોકે, વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સના ઝડપી બોલર હર્ષલ પટેલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોહલીએ બેટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ જીતી, જ્યારે હર્ષલે શાનદાર બોલિંગ સાથે પર્પલ કેપ પર કબજો જમાવ્યો. આ બંને ખેલાડીઓએ પોતાની કુશળતાથી ચાહકોના દિલ જીતી લીધા.
વિરાટ કોહલીનું ઐતિહાસિક પ્રદર્શન
વિરાટ કોહલીએ IPL 2024માં 15 મેચોમાં 61.75ની એવરેજ અને 154.69ના સ્ટ્રાઇક રેટ સાથે 741 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. આ સાથે જ તેણે બીજી વખત ઓરેન્જ કેપ જીતી હતી. તે IPL ઇતિહાસમાં બે વાર આ સન્માન મેળવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલાં 2016માં કોહલીએ 973 રન બનાવીને ઓરેન્જ કેપ પર કબજો કર્યો હતો, જે તેની કારકિર્દીનું સૌથી યાદગાર પ્રદર્શન રહ્યું. તેની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટના ચાહકો માટે ગૌરવની વાત છે.
હર્ષલ પટેલની બોલિંગમાં રાજ
બીજી તરફ, હર્ષલ પટેલે પણ પોતાની ઝડપી બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા. 2024ની સિઝનમાં તેણે 14 મેચોમાં 19.87ની એવરેજ અને 9.73ના ઇકોનોમી રેટ સાથે 24 વિકેટ ઝડપી. આ સાથે તેણે બીજી વખત પર્પલ કેપ જીતી, જે પહેલાં 2021માં પણ તેના નામે રહી હતી. હર્ષલની આ સફળતા તેની સતત મહેનત અને બોલિંગમાં ચોકસાઈનું પરિણામ છે.
IPLના ઓરેન્જ કેપ વિજેતાઓની યાદી
2008 | શોન માર્શ (પંજાબ કિંગ્સ) | 616 |
2009 | મેથ્યુ હેડન (ચેન્નઈ સુપર કિંગ્સ) | 572 |
2010 | સચિન તેંડુલકર (મુંબઈ ઇન્ડિયન્સ) | 618 |
2011 | ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) | 608 |
2012 | ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) | 733 |
2013 | માઈકલ હસી (ચેન્નઈ સુપર કિંગ્સ) | 733 |
2014 | રોબિન ઉથપ્પા (કોલકાતા નાઈટ રાઈડર્સ) | 660 |
2015 | ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 562 |
2016 | વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) | 973 |
2017 | ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 641 |
2018 | કેન વિલિયમસન (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 735 |
2019 | ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 692 |
2020 | કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) | 670 |
2021 | ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) | 635 |
2022 | જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ) | 863 |
2023 | શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) | 890 |
2024 | વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) | 741 |
IPLના પર્પલ કેપ વિજેતાઓની યાદી
2008 | સોહેલ તનવીર (રાજસ્થાન રોયલ્સ) | 22 |
2009 | આરપી સિંહ (ડેક્કન ચાર્જર્સ) | 23 |
2010 | પ્રજ્ઞાન ઓઝા (ડેક્કન ચાર્જર્સ) | 21 |
2011 | લસિથ મલિંગા (મુંબઈ ઇન્ડિયન્સ) | 28 |
2012 | મોર્ને મોર્કેલ (દિલ્હી કેપિટલ્સ) | 25 |
2013 | ડ્વેન બ્રાવો (ચેન્નઈ સુપર કિંગ્સ) | 32 |
2014 | મોહિત શર્મા (ચેન્નઈ સુપર કિંગ્સ) | 23 |
2015 | ડ્વેન બ્રાવો (ચેન્નઈ સુપર કિંગ્સ) | 26 |
2016 | ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 23 |
2017 | ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ) | 26 |
2018 | એન્ડ્રુ ટાય (પંજાબ કિંગ્સ) | 24 |
2019 | ઇમરાન તાહિર (ચેન્નઈ સુપર કિંગ્સ) | 26 |
2020 | કાગીસો રબાડા (દિલ્હી કેપિટલ્સ) | 30 |
2021 | હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) | 32 |
2022 | યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) | 27 |
2023 | મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) | 28 |
2024 | હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ) | 24 |
IPL 2024ના ટોચના રન-સ્કોરર્સ અને વિકેટ-ટેકર્સ
IPL 2024માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી (741 રન) ટોચ પર રહ્યો, જ્યારે રૂતુરાજ ગાયકવાડ (583 રન), રિયાન પરાગ (573 રન), ટ્રેવિસ હેડ (567 રન) અને સંજુ સેમસન (531 રન) ટોપ-5માં સામેલ રહ્યા. બોલિંગમાં હર્ષલ પટેલ (24 વિકેટ) સૌથી આગળ રહ્યો, તે પછી વરુણ ચક્રવર્તી (21 વિકેટ), જસપ્રીત બુમરાહ (20 વિકેટ), આન્દ્રે રસેલ (19 વિકેટ) અને હર્ષિત રાણા (19 વિકેટ)એ પણ સારુ પ્રદર્શન કરી સૌ કોઇનું દિલ જીત્યું હતું.
આ પણ વાંચો : IPL માં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની ઉઠી માગ