Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક જ ઓવરમાં આ બેટ્સમેને ફટકાર્યા 46 રન, બોલરની કારકિર્દી જોખમમાં, Video

IPLની ધૂમધામ વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેટ્સમેન બોલરને બેટિંગથી ખૂબ ધોઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી બધા ચોંકી ગયા છે. જો અમે તમને પૂછીએ કે એક ઓવરમાં એક ટીમ વધુમાં વધુ...
09:16 PM May 04, 2023 IST | Hardik Shah

IPLની ધૂમધામ વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેટ્સમેન બોલરને બેટિંગથી ખૂબ ધોઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી બધા ચોંકી ગયા છે. જો અમે તમને પૂછીએ કે એક ઓવરમાં એક ટીમ વધુમાં વધુ કેટલા રન બનાવી શકે છે, તો તમારો જવાબ હશે 6 સિક્સરમાં 36 રન અને આ એક કે બે વાઈડ કે નો બોલ સાથે, તો પણ 40 થી વધુનો આંકડો પાર થઈ શકે છે. પરંતુ વાયરલ વીડિયોમાં બેટ્સમેન 46 રન કલેક્ટ કરતો જોવા મળે છે. જીહા, તેને T20 ક્રિકેટના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર પણ કહેવામાં આવી રહી છે.

એક જ ઓવરમાં બેટ્સમેને ફટકાર્યા 46 રન

T20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલે છે ત્યારે દર્શકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. T20 ક્રિકેટની એક ઓવરમાં લીગલ બોલમાં રન બનાવવાની મહત્તમ સંખ્યા 36 છે. પરંતુ KCC T20 ચેમ્પિયન્સ ટ્રોફીના એક બોલરે એક ઓવરમાં 46 રન લૂંટી લીધા હતા. આ મેચમાં બોલર હરમાન સિંહે પોતાની ઓવરમાં કુલ 46 રન ખર્ચ્યા હતા. હરમન સિંહની ઓવર નો બોલથી શરૂ થઈ હતી, જેના પર બેટ્સમેન વાસુદેવ દાતલાએ સિક્સર ફટકારી હતી. પછીના બોલે વિકેટકીપર ચૂકી ગયો અને બાયમાં ચાર રન મળ્યા. પછીના પાંચ બોલ પર, વાસુદેવ દાતલાએ નો બોલ પર સિક્સર સહિત સતત પાંચ સિક્સર ફટકારી, ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો મેળવ્યો. આવો જાણીએ આ ઓવર વિશે.

એક ઓવરમાં 46 રન બનાવ્યા

પ્રથમ બોલ - નો બોલ (સિક્સ) - 07 રન
બીજો બોલ - ફોર (બાય) - 11 રન
ત્રીજો બોલ - (સિક્સ) - 17 રન
ચોથો બોલ - નો બોલ (સિક્સ) - 24 રન
પાંચમો બોલ - (સિક્સ) - 30 રન
છઠ્ઠો બોલ - (સિક્સ) - 36 રન
સાતમો બોલ (સિક્સ) - 42 રન
આઠમો બોલ (ફોર) - 46 રન

ફેન કોડે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઓવરમાં 46 રન બનાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ સિદ્ધિ KCC ફ્રેન્ડલી મોબાઈલ T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2023 નામની ટૂર્નામેન્ટમાં થઈ છે. વીડિયો ક્લિપમાં જાણવા મળ્યું છે કે ઓવરમાં 46 રન આપનાર બોલરનું નામ હરમાન છે. હરમાને ઓવરની શરૂઆત નો બોલથી કરી જેમા બેટ્સમેને સિક્સર ફટકારી હતી. પછીના બોલ પર બાય તરીકે ચાર રન આવ્યા. આ પછી હરમાનના દરેક બોલ પર સિક્સર ફટકારવામાં આવી હતી. આ દરમિયાન બીજો નો બોલ આવ્યો. આ ટેલી સીસી અને એનસીએમ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેની હરીફાઈ છે.

આ પણ વાંચો -  મહિલા કુસ્તીબાજોની લડાઈ વધુ મુશ્કેલ બનશે, સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
1 Over 46 RunsBatsmanIPL 2023Social MediaSportsT20 Cricketviral video
Next Article