Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OLYMPICS માં ભાગ લેવા માટે આ ખેલાડીએ પોતાની જ આંગળી કાપી નાખી

OLYMPICS માં ભાગ લેવા માટે ખેલાડીઓ વર્ષો વર્ષ સુધી મહેનત કરતા હોય છે. પોતાના દેશનું નામ વિશ્વફલક ઉપર લાવવા માટે ખેલાડીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે, OLYMPICS તેને પ્લેટફોર્મ પૂરું પાડે છે. પેરિસ OLYMPICS 2024ની શરૂઆત પહેલા કંઈક આવું...
olympics માં ભાગ લેવા માટે આ ખેલાડીએ પોતાની જ આંગળી કાપી નાખી

OLYMPICS માં ભાગ લેવા માટે ખેલાડીઓ વર્ષો વર્ષ સુધી મહેનત કરતા હોય છે. પોતાના દેશનું નામ વિશ્વફલક ઉપર લાવવા માટે ખેલાડીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે, OLYMPICS તેને પ્લેટફોર્મ પૂરું પાડે છે. પેરિસ OLYMPICS 2024ની શરૂઆત પહેલા કંઈક આવું જ જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાની મેન્સ હોકી ટીમના સભ્ય મેથ્યુ ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે આવું પગલું ભર્યું છે, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

OLYMPICS માં ભાગ લેવા લીધું આ પગલું

OLYMPICS માં ભાગ લેવા માટે એક ખેલાડીએ પોતાની આંગળી કાપી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટના એમ છે કે, ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ ડોસન ત્રીજી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે. પરંતુ ઓલિમ્પિક પહેલા તેની આંગળી તૂટી ગઈ. તેણે આ અંગે ઘણા ડોકટરોની સલાહ લીધી હતી અને બધાએ તેને સાજા થવા માટે બે અઠવાડિયાનો સમય લેવાનું કહ્યું હતું. આ ફ્રેક્ચરને કારણે તેના માટે પેરિસ ઓલિમ્પિકમાં રમવું મુશ્કેલ હતું. જેના કારણે તેણે પોતાની આંગળી કાપી નાખવાનો નિર્ણય લીધો હતો. બાદમાં તેમણે OLYMPICS માં પોતે ભાગ લઈ શકે તે માટે પોતાની આંગળીના ભાગને કાપી નાખ્યો હતો.

Advertisement

MATT DAWSON એ કહ્યું કે..

સમગ્ર ઘટના અંગે ઓસ્ટ્રેલિયન ચેનલ સેવનને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, 'મેં મારા પ્લાસ્ટિક સર્જન સાથે મળીને પેરિસ ઓલિમ્પિક અને તે પછીના જીવન વિશે નિર્ણય કર્યો. મારી આંગળીના ઉપરના ભાગને કાપી નાખવા માટે આ મારા માટે સારો વિકલ્પ હતો. આ મારા માટે મુશ્કેલ નિર્ણય હતો. ખરેખર પોતાના દેશ અને પોતાની રમત માટે આવો પ્રેમ તો OLYMPICS જેવા રમતના મહાકુંભમાં જ જોવા મળી શકે છે.

Advertisement

આ પણ વાંચો : Sania Mirza સાથે લગ્ન વિશે આ શું કહી ગયા Mohammad Shami!

Tags :
Advertisement

.