Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ખેલાડીના થયા છે CRICKET જગતમાં સૌથી મોંઘા DIVORCE, વારંવાર પત્નીના હાથે CHEATING કરતા ઝડપાયો હતો!

તાજેતરમાં ભારતના સ્ટાર ઓલ રાઉંડર હાર્દિક પંડયા અને તેમની પત્ની નતાશાના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડયાના છૂટાછેડાના સમાચારની વાત સામે આવતાની સાથે જ સૌ લોકોને આઘાત લાગ્યો હતો. હવે તેમના છૂટાછેડા બાદ એવી પણ વાતો સામે આવી રહી...
આ ખેલાડીના થયા છે cricket જગતમાં સૌથી મોંઘા divorce  વારંવાર પત્નીના હાથે cheating કરતા ઝડપાયો હતો
Advertisement

તાજેતરમાં ભારતના સ્ટાર ઓલ રાઉંડર હાર્દિક પંડયા અને તેમની પત્ની નતાશાના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડયાના છૂટાછેડાના સમાચારની વાત સામે આવતાની સાથે જ સૌ લોકોને આઘાત લાગ્યો હતો. હવે તેમના છૂટાછેડા બાદ એવી પણ વાતો સામે આવી રહી છે કે હાર્દિક પંડયાએ પત્ની નતાશાને મોટી રકમ ચૂકવવી પડી શકે છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને ક્રિકેટ જગતમાં થયેલા સૌથી મોંઘા છૂટાછેડા વિશે જણાવીશું.

ઘણા ખેલાડીઓના થઈ ચૂક્યા છે DIVORCE

ક્રિકેટ જગતમાં ફક્ત છેલ્લા 20 વર્ષની જ વાત કરવામાં આવે તો ઘણા ખેલાડીઓના છૂટાછેડા (DIVORCE) થઈ ચૂક્યા છે. જેમાં શિખર ધવન, શેન વોર્ન, મોહમ્મદ અઝહરુદ્દીન, શોએબ મલિક, દિનેશ કાર્તિક, કેવિન પીટરસન, માઈકલ ક્લાર્ક, ગ્રીમ સ્મિથ, ઈમરાન ખાન, વિનોદ કાંબલી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે આ બધા જ છૂટાછેડામાં સૌથી મોંઘા એટલે કે જ્યાં છૂટાછેડા (DIVORCE) બાદ કરોડોની રકમ ચૂકવવી પડી હોય તેના વિશે વાત કરીએ તો તે બીજું કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર શેન વોર્નના છે. ઉલ્લેખનીય છે કે, શેન વોર્નને સૌથી સફળ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ તેમનું જીવન હંમેશા વિવાદોથી ભરેલું હતું.

Advertisement

SHANE WARME અને SIMONE CALLAHAN ના છૂટાછેડા સૌથી મોંઘા

Advertisement

શેન વોર્નના ભૂતપૂર્વ પત્નીનું નામ સિમોન કેલાઘન (Simone Callahan) હતું. પરંતુ શેન વોર્ન તેની ભૂતપૂર્વ પત્ની દ્વારા ઘણી વખત ચીટિંગ કરતા પકડાઈ ગયા હતા. હવે આ બધી ઘટનાઓ બાદ તેમની ભૂતપૂર્વ પત્નીએ શેન વોર્નને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શેન અને સિમોનના લગ્ન દસ વર્ષ જ ચાલ્યા હતા અને આ લગ્નથી બંનેને ત્રણ બાળકો પણ હતા.

બાળપણના પ્રેમ સાથે કર્યા હતા લગ્ન

વાસ્તવમાં શેન વોર્ન અને સિમોન કેલાઘન બને એકબીજાને બાળપણથી જ જાણતા હતા. તેઓએ પોતાનું બાળપણ પણ સાથે જ વિતાવ્યું હતુ. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો પરંતુ શેન વોર્નએ પત્ની સાથે ચીટિંગ કરવાનું શરૂ કરી દેતા આ સંબંધનો અંત આવ્યો હતો. શેન વોર્નના માતા-પિતાએ પણ આ સંબંધ તૂટવા માટે તેમના પુત્રને જવાબદાર ગણાવ્યો હતો.

DIVORCE માટે કેટલી રકમ ચૂકવી

શેન વોર્ન અને સિમોન કેલાઘનના આ છૂટાછેડાને ક્રિકેટ જગતના સૌથી મોંઘા છૂટાછેડા માનવામાં આવે છે. શેન વોર્ને છૂટાછેડા બાદ પત્નીને 10 મિલિયન ડોલર ( 90 કરોડ રૂપિયામાં ) આપવા પડયા હતા. નોંધનીય છે કે, શેન વોર્ન અને તેની પૂર્વ પત્ની સિમોન વચ્ચે છૂટાછેડાનો કેસ 6 મહિના સુધી ચાલ્યો હતો.

આ પણ વાંચો : કોણ હશે ભારતના BOWLING અને FIELDING COACH? હવે ચિત્ર થયું સ્પષ્ટ

Tags :
Advertisement

.

×