Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL માં વ્યસ્ત ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, વર્લ્ડ કપ પહેલા થયું આ નુકસાન

ICCએ તાજેતરમાં તેની વાર્ષિક ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો યથાવત છે. ઓસ્ટ્રેલિયન ટીમ ODI રેન્કિંગમાં નંબર વન ટીમ બનીને ઉભરી છે. તેથી ભારતીય ટીમ માટે એક મોટી ખોટ છે...
ipl માં વ્યસ્ત ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો  વર્લ્ડ કપ પહેલા થયું આ નુકસાન

ICCએ તાજેતરમાં તેની વાર્ષિક ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો યથાવત છે. ઓસ્ટ્રેલિયન ટીમ ODI રેન્કિંગમાં નંબર વન ટીમ બનીને ઉભરી છે. તેથી ભારતીય ટીમ માટે એક મોટી ખોટ છે જ્યાં થોડા મહિના પહેલા ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર વન ટીમ હતી. ત્યા, હવે ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. વળી, ન્યૂઝીલેન્ડ સામે 4-1થી શ્રેણી જીત્યા બાદ પાકિસ્તાનની ટીમે ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો ઉઠાવ્યો છે. પાકિસ્તાન હવે ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્રીજા નંબરે ખસકી ગયું છે.

Advertisement

ટીમ ઈન્ડિયા ત્રીજા નંબરે તો પાકિસ્તાન બીજા નંબરે

ઓસ્ટ્રેલિયા ODI રેન્કિંગમાં હજુ પણ સત્તામાં છે અને તે હાલમાં પ્રથમ સ્થાન પર છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રેન્કિંગના વાર્ષિક અપડેટ બાદ તેના રેટિંગમાં પાંચ પોઈન્ટનો સુધારો કર્યો છે. ટીમના હવે 118 રેટિંગ પોઈન્ટ છે. પાકિસ્તાન 116 રેટિંગ પોઈન્ટ સાથે બીજા અને ભારત 115 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાન 112 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની ચોથી ODI જીત્યા બાદ તેઓ થોડા સમય માટે ટોચ પર પહોંચી ગયા હતા. જો પાકિસ્તાન પાંચમી ODI જીત્યું હોત તો તેઓ ટોચનું સ્થાન જાળવી રાખત. પરંતુ ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી. ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન છે અને T20માં પણ નંબર વન છે પરંતુ વનડેમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. આ એક મોટો ફટકો કહી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક રેટિંગ પોઈન્ટનો તફાવત છે.

Advertisement

ભારતીય ટીમના કુલ 121 રેટિંગ પોઈન્ટ

Advertisement

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું શાસન ચાલુ છે. ભારતની આસપાસ બીજી કોઈ ટીમ નથી. ભારતીય ટીમના કુલ 121 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના 116 અને ઈંગ્લેન્ડના 114 રેટિંગ પોઈન્ટ છે. વનડેમાં નંબર ટુ રેન્કિંગ ટીમ પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પાછળ છે. પાકિસ્તાની ટીમ છઠ્ઠા સ્થાન પર હાજર છે. ભારતીય ટીમ T20 ક્રિકેટમાં નંબર વન પર છે. ટીમ ઈન્ડિયાના 267 રેટિંગ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમના 259 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા અહીં પણ આગળ જોઈ રહી છે. ત્રીજા નંબરે ન્યુઝીલેન્ડ, ચોથા નંબર પર પાકિસ્તાન અને પાંચમા નંબરે સાઉથ આફ્રિકા છે.

મે 2020 થી પૂર્ણ થયેલી તમામ ODI શ્રેણીને ICC વાર્ષિક રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે. આમાં, મે 2022 પહેલા પૂર્ણ થયેલી શ્રેણી માટે 50 ટકા માર્ક્સ આપવામાં આવ્યા છે, જ્યારે તે પછીની તમામ શ્રેણીઓને 100 ટકા માર્ક્સ આપવામાં આવ્યા છે. ICCએ કહ્યું, "આનો અર્થ એ થયો કે ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની 0-4થી હારને આ રેન્કિંગમાંથી હટાવી દેવામાં આવી છે, જ્યારે 2021માં આ જ ટીમ સામે 0-3થી મળેલી હારને 50 ટકા રેટિંગ પોઈન્ટ ગણવામાં આવશે." આ રેન્કિંગમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ (104) ચોથા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડ 10 રેટિંગ પોઈન્ટના નુકસાન સાથે પાંચમાં સ્થાને છે. તેના નામે 101 રેટિંગ પોઈન્ટ છે.

આ પણ વાંચો - RR VS SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર NO BALL એ નિર્ણય બદલ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.