Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Women T20 World Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન

મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત ટીમ ઈન્ડિયા મિશન T20 વર્લ્ડ કપ 2024 માટે તૈયાર હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના ઉપકપ્તાન Women T20 World Cup 2024 : ભારતે મંગળવારે મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની...
02:25 PM Aug 27, 2024 IST | Hardik Shah
Team India's squad for the ICC Women's T20 World Cup 2024

Women T20 World Cup 2024 : ભારતે મંગળવારે મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં અનુભવી અને યુવા બંને પ્રકારના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે ભારતીય ટીમ (Indian Team) ને મજબૂત બનાવે છે. ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) સંભાળશે, જ્યારે ટીમની મહત્ત્વની બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ને ઉપકપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મહિલા T20 વર્લ્ડ કપ (Women T20 World Cup) 3 ઓક્ટોબરે શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ (Bangladesh and Scotland) વચ્ચે રમાશે, જ્યારે ભારત પોતાની પહેલી મેચ 4 ઓક્ટોબરે રમશે. આ ટીમમાં સિનિયર ખેલાડીઓની સાથે સાથે નવા યુવા ટેલેન્ટને પણ તક આપવામાં આવી છે, જે દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ભવિષ્યની તૈયારીઓ માટે પણ સજાગ છે.

ફિટનેસ પર નિર્ભર રહેશે શ્રેયંકા અને યસ્તિકા

ટીમમાં બે વિકેટકીપરને તક મળી છે. તેમાં યસ્તિકા ભાટિયા અને રિચા ઘોષ છે. આ બંને ખેલાડીઓની પસંદગી ફિટનેસના આધારે કરવામાં આવશે. બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શ્રેયંકાને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું અને તેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ, યાસ્તિકાને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી હતી. હવે શ્રેયંકા અને યસ્તિકા ટી-20 વર્લ્ડ કપ 2024માં રમશે કે નહીં તે તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની બેટિંગનો બોજ મોટાભાગે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્ઝ પર રહેશે. આ ખેલાડીઓએ અગાઉ પણ ટીમ ઈન્ડિયાને ઘણી મેચ પોતાના દમ પર જીતાડી હતી. ભારતીય ટીમ હજુ સુધી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સેમીફાઈનલમાં હારી ગઈ હતી

આ વખતે ભારતીય મહિલા ટીમ ટાઈટલ કબજે કરવાના ઈરાદા સાથે ઉતરશે. મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં હરમનપ્રીમ કૌરની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનું સમયપત્રક

ભારત vs ન્યુઝીલેન્ડ – 4 ઓક્ટોબર
ભારત vs પાકિસ્તાન – 6 ઓક્ટોબર
ભારત vs શ્રીલંકા – 9 ઓક્ટોબર
ભારત vs ઓસ્ટ્રેલિયા – 13 ઓક્ટોબર

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયન્કા અરવિંદ, અરવિંદ પટેલ. રેડ્ડી.

રિઝર્વઃ ઉમા છેત્રી, તનુજા કંવર, સાયમા ઠાકોર.

આ પણ વાંચો:  T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ માટે આ તારીખે તૈયાર રહેજો

Tags :
Bangladesh and ScotlandHarmanpreet Kaurindian teamSmriti MandhanaT20 World CupT20-World-Cup-2024Team IndiaWomen T20 World Cup 2024
Next Article