SLvsIND 1st T20: ભારતનો શાનદાર વિજય, શ્રીલંકાને તેના જ હોમગ્રાઉન્ડમાં ધમરોળ્યું
Sri Lanka vs India 1st T20I 2024 : ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 સીરીઝની પ્રથમ મેચ 27 જુલાઇના રોજ રમાઇ હતી. આ મેચ ભારતે 43 રનથી જીત પ્રાપ્ત કરી હતી. મેચમાં શ્રીલંકાને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે શ્રીલંકાની સમગ્ર ટીમ 19.2 ઓવરમાં જ 170 રન સાથે ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીતની સાથે જ ગૌતમ ગંભીરે હેડ કોચ તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત ખુબ જ સારી રીતે કરી હતી. ખેલાડીઓએ તેમના કાર્યકાળની શરૂઆતે જ સારી ગીફ્ટ આપી હતી.
મેચમાં શ્રીલંકન ટીમે ટાર્ગેટનો પીછો કરતા એક સમયે 14 ઓવર્સમાં એક વિકેટ પર 140 રન બનાવી લીધા હતા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે, શ્રીલંકા મજબુત ટક્કર આપશે. જો કે 15 મી ઓવરમાં અક્ષર પટેલે પથુમ નિસંકા અને કુસલ પરેરાને આઉટ કરીને બાજી પલટી દીધી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ પાટા પરથી ઉતર ગઇ હતી. માત્ર 30 રનમાં જ 9 વિકેટો ગુમાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
રિયાન પરાગની કાતિલ બોલિંગ
શ્રીલંકા તરફથી ઓપનર બેટ્સમેન પથુમ નિસંકા સૌથી વધારે 79 રન બનાવ્યા હતા. નિસંકાએ પોતાના દાવમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેંડિસે 7 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 27 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુસલ પરેરાએ 20 અને કામિંદુ મેંડિસ 12 જ બેવડા અંક સુધી પહોંચી શક્યા હતા. ભારત તરફથી રિયાન પરારે 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને 2-2 વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઇ 1-1 સફળતા મળી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર 160 કરતા વધારે રન બનાવી લીધા છે.
ભારતીય ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવી
મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સાત વિકેટના નુકસાને 213 રન બનાવ્યા હતા. મેચમાં ભારતની શરૂઆત ખુબ જ શાનદાર રહી હતી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે પાવરપ્લેમાં ધાંસુ બેટિંગ કરી અને બંન્નેએ 6 ઓવરમાં 74 રનની પાર્ટનરશીપ કરી હતી. ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા જેમાં 6 ચોગ્ગાઓનો સમાવેશ થાય છે. શુભમનને દિલશાન મદુશંકાએ ઝડપી લીધા હતા. શુભમન બાદ શ્રીલંકાને યશસ્વીની પણ વિકેટ મળી ગઇ, જે વાનિંદુ હસારંગાના બોલ પર સ્ટમ્ટ આઉટ થયા હતા. યશસ્વીએ 21 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
સૂર્યકુમારની તોફાની અડધી સદી અને પંતે પાથરા પાડી દીધા
યશસ્વીને આઉટ થયા બાદ કેપ્ટન સુર્યકુમાર યાદવ અને ઋષભ પંતે મોર્ચો સંભાળ્યો હતો. પંત-સૂર્યાએ ત્રિજી વિકેટ માટે 76 રનની ભાગીદારી, સુર્યાએ આ દરમિયાન માત્ર 22 બોલ પર અડધી સદી ફટકારી હતી. સુર્યાએ 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. સુર્યાને મથીશા પાથિરાનાએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.
પંડ્યા અને રિયાન પરાગનો ફ્લોપ શો
સુર્યકુમાર યાદવના આઉટ થયા બાદ ભારતે હાર્દિક પંડ્યા (9) અને રિયાન પરાગ (7) ની વિકેટ સસ્તામાં ગઇ હતી. આ બંન્ને ખેલાડી મથીશા પથિરાનાનો શિકાર બન્યા. ઋષભ પંત દુર્ભાગ્યશાળી રહ્યા તેઓ અડધી સદી ફટકારી શક્યો નહોતો. પંતે 6 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 22 બોલ પર 49 રન બનાવ્યા. પંતને વિકેટ પણ પથિરાનાએ ઝડપી હતી. આખરી ઓવરમાં રિંકુ સિંહ પણ 1 રન બનાવીને અસિથા ફર્નાડોનો શિકાર બન્યા હતા. જો કે ત્યાર સુધી ભારત મોટા સ્કોર સુધી પહોંચી ચુક્યું હતુ. શ્રીલંકાની તરફથી મથીશા પથિરાએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી.