SRH Vs RR: હૈદરાબાદની શાનદાર જીત, હર્ષલ પટેલ-સિમરજીત સિંહે મચાવી ધૂમ
- હૈદરાબાદની શાનદાર જીત
- હર્ષલ પટેલ-સિમરજીત સિંહે મચાવી ધૂમ
- રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું
SRH Vs RR: સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન (SRH Vs RR)રોયલ્સને 44 રને હરાવ્યું છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, SRH એ પ્રથમ બેટિંગ કરી અને 286 રન બનાવ્યા, જે IPL ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર પણ છે. જવાબમાં રાજસ્થાન તરફથી સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી, પરંતુ અંતે, રાજસ્થાન માટે 287 રનનો લક્ષ્યાંક ઘણો અઘરો સાબિત થયો.
રાજસ્થાન 44 રને હારી ગયું
રાજસ્થાન રોયલ્સને 287 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં જ્યારે યશસ્વી જયસ્વાલ લક્ષ્યનો પીછો કરવા આવ્યો, ત્યારે તે ફક્ત 1 રન બનાવીને આઉટ થઈ ગયો. આ મેચમાં, RR ટીમનો કેપ્ટન રિયાન પરાગ પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. સંજુ સેમસન એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો, તેને 37 બોલમાં 66 રનની ઈનિંગ રમી. તેમના પછી, ધ્રુવ જુરેલ પણ આ મેચમાં ચમક્યો, તેના બેટથી 35 બોલમાં 70 રનની તોફાની ઈનિંગ આવી. તેને પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો -CSK Vs MI : રોહિત શર્મા બાદ રયાન રિકેલ્ટન 13 રન કરીને ક્લીન બોલ્ડ થયો
સેમસન-જુરેલ વિજય લાવી શક્યા નહીં
287 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમની શરૂઆત સારી નહોતી. તેણે બીજી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગના રૂપમાં બે વિકેટ લીધી. સિમરનજીત સિંહે બંને બેટ્સમેનોને આઉટ કરીને દબાણ બનાવ્યું. આમ છતાં, સંજુ સેમસન એક છેડેથી છગ્ગા અને ચોગ્ગા ફટકારતો રહ્યો. ત્યારબાદ 5મી ઓવરમાં નીતિશ રાણા પણ મોહમ્મદ શમીનો શિકાર બન્યો. આ પછી, ધ્રુવ જુરેલ ક્રીઝ પર આવ્યો અને સેમસન સાથે મળીને આ વિશાળ પીછો કરવાની જવાબદારી લીધી. બંનેએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને સદીની ભાગીદારી સાથે, તેઓ ટૂંક સમયમાં ટીમને પાછી પાટા પર લાવી દીધા.
આ પણ વાંચો -SRH vs RR : Ishan Kishan ને માત્ર 45 બોલમાં IPL 2025 ની પહેલી સદી ફટકારી
હૈદરાબાદના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી
આ મેચમાં રાજસ્થાન રોયલ્સનું સુકાની રિયાન પરાગે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે SRH ને વિસ્ફોટક શરૂઆત અપાવી. બંનેએ મળીને પહેલી 3 ઓવરમાં 45 રન બનાવ્યા. જોકે, આ પછી અભિષેકે ૧૧ બોલમાં ૨૧૮ ના સ્ટ્રાઇક રેટથી ૨૪ રન બનાવ્યા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા. તેના ગયા પછી, ઇશાન કિશન પહેલી વાર આ ફ્રેન્ચાઇઝી માટે રમતા રમતા મેદાનમાં ઉતર્યો અને ધમાકેદાર પ્રદર્શન કર્યું.